કેમ મને આજે આવુ લાગે ?

N.D
ઘરતીના ધબકારા મને મંદ મંદ લાગે
ધરતીની મહેંક મને ઓસરતી લાગે

ઘરની શેરીઓ મને સૂની સૂની લાગે
માનવીના શ્વાસ મને તૂટક-તૂટક લાગે

છોડવાના મને રસહીન લાગે
ખુદ છોડવાં મને કસહીન લાગે

મંદિરના સુરો મને બેસૂરો નાદ લાગે
દર્શન થકી મને પ્રભુ નાસતો લાગે

કેમ આજ આવુ મને અણગમતું લાગે ?
પૂછું હુ માનવીને પૂછું ઓલ્યા સંતને
કેમ અલ્યા દ્રુષ્ટો કુદરતની ખીજ પડી માથે ?

વેબ દુનિયા|
- જે. કે સુથાર


આ પણ વાંચો :