ગરીબની છોકરી

N.D

ગરીબની છોકરી, નથી લેતી પૂરી ઉંધ
કરે છે માઁ ની સલાહનું પાલન પણ
ઉંધમાં ન આવે કોઈ સપનું સુંદર
જેને મેળવવા ઉછાળા મારે મનની નદી,
પોતાના પ્રવાહને અનિયંત્રિત કરીને


ગરીબની છોકરી જાણે છે સીમાઓ પોતાની કે
પ્રથમ તો પેટમાં જ મારી નખાશે
જીવી ગઈ તો વણમાગી જેવી ઉછેરાશે
ભણવા માંગે તો પરણાવી દેવાશે
એક ભાર ને બીજાના આંગણે ઉતારી દેવાશે

ગરીબ ની છોકરી, છતાં છોકુ લઈ જ લે છે
મીઠી ઉંઘનું, જોવા સપના સોનેરી જીવનના
સુકુમાર સપના કારણ કે બાળપણમાં
દાદીની વાર્તામાં સાંભળ્યું હતુ , કે
સપનાં પણ ક્યારેક સાચા પડી જાય છે

વેબ દુનિયા|
(આભાર સાથે - લેખિકા-08)


આ પણ વાંચો :