પ્રધાન થઇ ગયાં

વાર્તા|

રાવણનાં હતાં લક્ષણો ને રામ થઇ ગયાં,
દાનવ બધા આ યુગ મહિં ભગવાન થઇ ગયાં.

મારી ગલીનાં નામચી શાણા હતાં કાલે,
આજે સવારે એ બધા પ્રધાન થઇ ગયાં.

સુનામી અને ભૂકંપમાં તો કંઇજ ના થયું,
ખુરશી જરાં હલી અને બેભાન થઇ ગયાં
.

કહો હવે કોના પર હું ભરોસો મૂકું દોસ્‍ત,
રક્ષકો જ ખુદ અહીં ભક્ષકો થઇ ગયાં.
મારી કવિતા આજ ક્યાંય છપાતી નથી ને,
'મોદી' રચિત કાવ્યોનાં સન્માન થઇ ગયાં.

- રાજ ભાસ્‍ક


આ પણ વાંચો :