પ્રેમથી કોઈ મનાવે તો ખરું

N.D
ખીલી ઉઠશે મારુ દિલ, લાગશે પાંખો તમન્નાને
હવાની લહેર ક્યાંયથી આવે તો ખરી

આંખોની પાંપણો બિછાવીને બેઠો છુ ક્યારનો
મોત કોઈ દરવાજેથી આવે તો ખરી

ગાવા ન બેસુ રાગ મલ્હાર, એવુ બની નથી શકતુ
વાદળી ક્યાંક આકાશમાં છવાય તો ખરી

ઝૂમી લઉ, થોડુ નાચી લઉ, ગણગણાવી લઉં
મનને એવી વાત કોઈ ગમે તો ખરી

શરમાઈને, સંકોચાઈને માની જ જઈશ
કોઈ આવે, પ્રેમથી મનાવે તો ખરા

દુ:ખમાં કોઈ ડૂબ્યુ છે તો શુ, ડૂબેલો જ રહે
ખુશી આપીને તેને કોઈ હસાવે તો ખરા

ઉકેલ નીકળશે, આજે નહી તો કાલે
નઇ દુનિયા|
દિલ ખોલીને કોઈ બતાવે તો ખરા


આ પણ વાંચો :