ફક્ત રોતાં રોતાં

અલ્કેશ વ્યાસ| Last Modified રવિવાર, 3 જૂન 2007 (10:11 IST)


ગુજરી ગઇ છે મારી આખી જીંદગી,
ફક્ત અને ફક્ત રોતાં રોતાં...,

અને દરેક કદમે મારી જીંદગીમાં,
ખાધાં છે, મેં બસ ગોથા જ ગોથા...,

છેવટે બધાંય કામોનું પરિણામ
આવ્યું છે, ફક્ત અને ફક્ત 'શૂન્ય'...,

અને પૂરી રાત હું જાગતો રહ્યો છું,
તારી તરફ બસ જોતાં જ જોતાં...,
કહેવા માટે તો આ જીંદગીમાં બધાંય છે
બસ એક 'હમસફર' ની માફક...,

પણ, છેવટે તો અંત થયા પછી
યાદ આવશે તે જ બસ 'રોતાં રોતાં'...,


આ પણ વાંચો :