અંબાજીનું મુખ્ય શિખર 60 કિલો સુવર્ણ વડે જડવામાં આવશે

વેબ દુનિયા|

P.R
દેશની પ૧ શક્તિપીઠ પૈકીના એક એવા તીર્થધામ અંબાજી મુકામે દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના મુખ્ય શિખરને ૬૦ કિલો સોના વડે સુવર્ણજડિત કરવામાં આવશે.અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મળેલ વિગતો માંથી ગત વર્ષે ૧.૨૫ કરોડથી વધુ યાત્રીકોએ માતાજીના દર્શન કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશમાંથી યાત્રીકો અંબાજી દર્શનાર્થે આવે છે. યાત્રીકોની સંખ્યામાં થઈ રહેલા ભારે ધસારાને ધ્યાનમાં રાખી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવા તેમજ તીર્થસ્થાનની સાથે પ્રવાસધામ તરીકે પણ વિકસાવવા સંગીન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન જે.બી. વોરાએ એ જણાવ્યુ હતુ કે કુલ રૂ.. ૧૬૮.૦૧ કરોડના ૧૮ જેટલા વિવિધ જેક્ટસ કાર્યરત છે. જેનાથી અંબાજી આવતા યાત્રીકોને જરૃરી સુવિધાઓ વધુ સારી રીતે આપી શકાશે અને રૂ. ૪૫.૪૫ કરોડના ખર્ચથી ગબ્બર મુકામે શ્રી એકાવન શક્તિપીઠ દર્શન પરિક્રમા પથનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. પરિક્રમા પથની કામગીરી પૂર્ણ થતા અંબાજી આવતા માઈ ભક્તો ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈને સંપૂર્ણ યાત્રા કરી શકશે. આ પરિક્રમા માર્ગમાં શક્તિપીઠોના મંદિર કલાત્મક સ્ટોન વર્કથી બની રહ્યા છે. જ્યારે અંબાજી મુખ્ય શિખરને ૬૦ કિલો સોના વડે સુવર્ણ જડિત કરવામાં આવશે.


આ પણ વાંચો :