ગુજરાત સરકારને નોટિસ

અમદાવાસ્દ| ભાષા| Last Modified શુક્રવાર, 19 ઑગસ્ટ 2011 (11:49 IST)

P.R
ગુજરાત હાઈકોર્ટએ ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકની માંગ કરતી એક જનહિત અરજી પર રાજ્ય સરકારને એક નોટિસ રજૂ કરી છે.

જજ અકીલ કુરૈશી અને જજ સોનિયા બીકાનીએ ગુજરાત સરકારને નોટિસ રજૂ કરી આ બાબતની આગામી સુનાવણીની તારીખ 29 ઓગસ્ટ સુધી પોતાનો જવાબ દાખલ કરવાનુ કહ્યુ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એ છેલ્લા સાત વર્ષથી લોકાયુક્ત પદ પર કોઈની પણ નિમણૂંક નથી કરી. કોર્ટ એ આ નોટિસ ભીખાભાઈ જેઠવા તરફથી દાખલ કરી છે. જેઠવા આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાન અપિતા છે. જેમને ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટની સામે ગોળી મારીને હત્યા કરવા માં આવી હતી. જેઠવાએ પોતાની અરજીમાં ન કરવાને ગેરકાયદેસર અને અસંવૈધાનિક ઠેરવવાની માંગ કરી છે. તેમણે કોર્ટને આગ્રહ કર્યો કે તેઓ રાજ્ય સરકારને એક નિશ્ચિત સમયની અંદર લોકાયુક્તની નિમણૂંક કરવાનો આદેશ આપે.


આ પણ વાંચો :