તમને ખબર છે!?, ગુજરાત ઘોડાઓની પણ નિકાસ કરે છે

વેબ દુનિયા| Last Modified શનિવાર, 28 ડિસેમ્બર 2013 (17:02 IST)

P.R
ગીરની કેસર કેરીઓ, કપાસ અને મીઠાની નિકાસ માટે સમાંતર જાણીતું ગુજરાત હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે અશ્વની પણ નિકાસ કરે છે. અશ્વના ઉછેર બાદ વિદેશમાં વેચાતા એક અશ્વની કિંમત અંદાજે બીએમડબલ્યુ જેટલી એટલે કે ૭૦થી ૮૦ લાખ જેટલી થાય છે. આ કિંમતમાં વેચાઈ રહેલા આ અશ્વો પાછળ વર્ષે ઓછામાં ઓછો ચારથી પાંચ લાખનો ખર્ચ થાય છે. આ ઉપરાંત દેશભરમાં કેટલાક સ્થળોએ જાતવંત ઘોડાઓનું વેચાણ થાય છે. જેમાં ૧૩ રાજ્યના અશ્વ સૈનિકો ભાગ લે છે. પંજાબી અને મારવાડી ઘોડાઓ અતિ મૂલ્યવાન ગણવામાં આવે છે. અમદાવાદ શહેરમાં મારવાડી ઘોડાઓને વિદેશ મોકલવા માટેનાં હોર્સ બ્રિડિંગ ફાર્મ હવે ફેવરિટ બની રહ્યાં છે.

અમદાવાદના રિટાયર્ડ પોલીસ કમિશનરે શોખથી ઘોડાનું ફાર્મ બનાવ્યું છે. મારવાડી બ્રિડના અંદાજે ૨૨ જેટલા ઘોડા આ ફાર્મમાં અત્યારે હણહણી રહ્યા છે. આ ઘોડાનો ખોરાક છે મગફળી. આ ઘોડાઓને ઘાસ આપવામાં આવતું નથી તેઓ સવારે આઠ કિલો જેટલી મગફળી ખાય છે અને સાંજે હલવો, સાથે હલવામાંઠિલવ-૫૨અને કેલ્શિયમ તો ખરું જ. મોટાભાગના આ મારવાડી ઘોડાની ઊંચાઈ ૬૫ ઈંચ છે. આ ઘોડાઓ માત્ર વિદેશની જ મુસાફરી કરે છે, એટલે કે તેને દેશમાં નહીં પરંતુ વિદેશમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે.
૬૫ ઈંચની ઊંચાઈ ધરાવતા આ ઘોડાનું આયુષ્ય ૪૦ વર્ષ સુધીનું રહે છે. દેશમાં કુલ પાંચ રાજ્યમાં ઘોડાની ખરીદી માટેનું બજાર ભરાય છે. જેમાં આવા અતિ મૂલ્યવાન ઘોડાઓનું વેચાણ થાય છે. ગત વર્ષે ઘોડા બજારમાં વેચાયેલી એક ઘોડીની કિંમત રૃપિયા એક કરોડ હતી જેનું નામ ગુલજર હતું. તેનો દીકરો જયમંગલ બજારમાં વેચાણ અર્થે મુકાયો છે જેની કિંમત છે રૃ. ૫૧ લાખ. ૧૬ માસના આ ઘોડાની કિંમત માલિકે ૫૧ લાખ મૂકી છે. બોલિવૂડની અનેક હસ્તિઓની હાજરી વચ્ચે ઘોડા બજારમાં આ પ્રકારના ઘોડાઓ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના સારંગખેડા ગામમાં ૧૭ ડિસેમ્બરના રોજ વેચાણમાં મુકાયા હતા.
માન, અરવલ્લી, તક્ષશિલા, લક્ષ્મી, ઉડાન, રતન, વલ્લભી, નુપૂર, અવંતિકા, નર્મદા, શાસ્ત્રો, ગિરિનાર, શિવાલિક, બલરામ, સિદ્ધિ, કનિકા, રુદ્રાક્ષ, મૃત્યુંજય, બબુ અને ખજાના આ લાડકા નામથી બોલાવવામાં આવતા આ ઘોડા નામ લેતાની સાથે પ્રતિભાવ આપે છે. તેમના માટે ૧૬થી ૧૭ પ્રકારના શૃંગાર લેટેસ્ટ ફેશન પ્રમાણે ખરીદવામાં આવે છે. સર્વશ્રેષ્ઠ ઘોડાના પાંચ ગુણમાં દેવમન, કંઠ, જયમંગલ, કલ્યાણી અને સામકરણનો સમાવેશ થાય છે. ઉત્તમ ઘોડાના કુલ ૩૬ ગુણ હોય છે. જે ઘોડા ઉપર ૭૨ નિશાન હોય છે તે ઘોડાની કિંમત પણ વધારે હોય છે અને તેને ગુણની સાથે જ નિશાની સહિત ઉત્તમ ગણવામાં આવે છે.

આ પણ વાંચો :