પાસના ફેરફારો હાર્દીકને ગમ્યા નથી.

hardik patel
અમદાવાદ:| Last Modified મંગળવાર, 26 જુલાઈ 2016 (13:15 IST)

સમિતિ ‘પાસ’માં ઉત્તર ગુજરાતના કન્વીનર તરીકે કાર્યરત નરેન્દ્ર પટેલને ખસેડીને સુરેશ પટેલની નિમણૂક કરાતાં ‘પાસ’ના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલે આ ફેરફાર સામે આડકતરી ચીમકી ઉચ્ચારીને કોઈ પણ ફેરફાર નહીં કરવા જણાવી દીધું છે.
‘પાસ’ના અગ્રણીઓ અને પાટીદાર સમાજને સંબોધીને હાર્દિક પટેલે પોતાના એક મિનિટના વીડિયો મેસેજમાં જણાવ્યું છે કે હાલ જે પ્રમાણે ગુજરાતમાં જુદાં જુદાં સંગઠનો ચેન્જ કરવામાં આવે છે એટલે એવું ન સમજવું કે દરિયામાં ઓટ આવે કે મકાન બનાવી દેવા ભવિષ્યમાં એ ભરતી-ઓટ આવે તો એ તમામ મકાન તૂટી જાય.

હું નવ મહિના જેલમાં રહ્યો અને છ મહિના ગુજરાત બહાર છું એનો અર્થ એ નથી કે પાટીદાર સમાજ નિરાધાર છે. પાટીદાર સમાજના હક માટે સૌ લડી રહ્યા છે. કોઈ જાતિ કે સંગઠનના હોદ્દા માટે નહીં. સમાજના હિત માટે સૌ સાથે મળીને આગળ વધે. ચાહે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત હોય, જે પ્રમાણે પહેલાં ચાલતું હતું તે જ પ્રમાણે અત્યારે કરવાનું છે. કોઈ પણ રીતે નવા સુધારા કે ચેન્જિસ કરવામાં આવતા નથી.

હાર્દિકે વધુમાં કહ્યું કે જો તમે સમાજના હિત માટે કે ન્યાય માટે લડતા હોય તો કોઈ પણ પ્રકારના હોદ્દાને ધ્યાનમાં ન રાખીને સમાજના હિત માટે આગળ આવો. સમાજનું સંગઠન બને અને પાટીદાર સમાજને ઓબીસીનો લાભ મળે તેવા પ્રયત્ન કરજો. તમારો નાનો ભાઈ ગુજરાત બહાર છે તો આ ભાઈનું જરા પણ માન રાખીને પાટીદાર સમાજ માટે આગળ આવજો.


આ પણ વાંચો :