1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શનિવાર, 7 માર્ચ 2009 (12:23 IST)

પૂર્વ કાઉન્સિલરની હત્યામાં નામ ખુલ્યા

મેમનગર ભાજપના પૂર્વ કાઊન્સિલરને અજાણ્યા શખ્સોએ દિલ્હી દરવાજા નજીક બીજી ટાવરના પાચમાં માળેથી નીચે ફેકી મોતને ઘાટ ઊતારી દેવાની ઘટનામાં છ શંકાસ્પદ વ્યકિતઓના નામ બહાર આવ્યા છે. માધવપુરા પોલીસે આ તમામની સઘન પુછપરછ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વિગતવાર માહિતી એવી છે કે ગુરુકુળ રોડ પર આવેલા જનકપુરી એપાર્ટમેન્ટમાં રહેતા ડિમ્પલ રમણભાઇ પટેલ દિલ્હી દરવાજા નજીક બીજી ટાવરના પાંચમાં માળે સ્પેસ એડવેટાઈઝ નામની ઓફિસ ધરાવતા હતા. જેમાં એર ટિકીટ બુકિંગનો વ્યવસાય કરતા હતા. શુક્રવારે રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ ડિમ્પલભાઇને પાંચમાં માળેથી નીચે ફેકી મોતને ઘાટ ઉતાર્યા હતા.

પોલીસે હત્યાનો ગુનો નાધી સઘન તપાસ હાથ ધરતા છ વ્યકિતઓના નામ બહાર આવ્યા છે. પોલીસે આ લોકોની પુછપરછ કરવા તજવીજ હાથધરી છે.