રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભીકા શર્મા|
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2013 (11:33 IST)

મારો અવાજ પહેલાં પાકિસ્તાન પહોંચે છે અને પછી જ દેશના શાસકો સુધીઃ મોદી

P.R

લાલ કિલ્લા પરથી વડા પ્રધાને ભાષણ આપ્યા બાદ કચ્છમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ તેમના પાંચ મુદ્દા પર આકરા પ્રહાર કર્યા હતા. નીચે છે આ છ મુદ્દા અને મોદીના પ્રહારમનમોહન સિંહે UPA સરકારની ઉપલબ્ધિઓ ગણાવીને કહ્યું કે ‘અમે લાંબી સફર કાપી છે, પણ ઘણું કરવાનું બાકી છે.’

મોદીએ આ મુદ્દે કહ્યું કે ‘વડા પ્રધાન એમ કહે છે કે હજી ઘણી લાંબી સફર કરવાની બાકી છે, પણ મિડિયામાં ચર્ચા છે કે લાલ કિલ્લા પર મનમોહન સિંહનું આ છેલ્લું ભાષણ છે. જો આમ હોય તો વડા પ્રધાન શું રૉકેટમાં બેસીને સફર કાપવાના છે?’

મનમોહન સિંહે ચાર વડા પ્રધાનો જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી. વી. નરસિંહ રાવનો તેમના સુંદર કાર્ય માટે ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ કહ્યું કે ‘વડા પ્રધાને લાલ કિલ્લા પર માત્ર એક જ પરિવારને યાદ કર્યો. લાલ બહાદુર શાસ્ત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ સારું કાર્ય કર્યું હતું તેમની વડા પ્રધાનને યાદ ના આવી? વળી એક વખતે દેશમાં ભ્રષ્ટાચારના વિરોધમાં સિરિયલો બનાવવામાં આવતી હતી, પછી મામા અને ભાણિયા વિશે સિરિયલો બની હવે સાસુ, જમાઈ અને બેટા બાબતે પણ સિરિયલો બનવા લાગી છે.’

મનમોહન સિંહે જ્યારે કહ્યું કે ‘દેશમાં વિકાસનો પાયો નેહરુએ નાખ્યો અને ૧૯૬૦ના દાયકામાં આ માટે પાયાભૂત કામ કરવામાં આવ્યું. ’મોદીએ આ પર પ્રહાર કરતાં કહ્યું કે ‘વડા પ્રધાને નેહરુ જેવું ભાષણ આપ્યું હતું.’

મનમોહન સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે ‘પાકિસ્તાન સાથે અમે સારા સંબંધોની હિમાયત કરીએ છીએ, પણ પાડોશી દેશ તરીકે તે તેની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ ગતિવિધિ માટે થવા દે નહીં.’

મોદીએ આ વિશે કહ્યું કે ‘હું ગુજરાતના છેલ્લા હિસ્સામાંથી બોલી રહ્યો છું અને મારો અવાજ પાકિસ્તાન પહેલાં પહોંચે છે અને દિલ્હીમાં દેશના શાસકો પાસે પછી પહોંચે છે.’મનમોહન સિંહે કહ્યું કે ‘મંદી હોવા છતાં દેશમાં વિકાસ થઈ રહ્યો છે.’

મોદીએ આ બાબતે વડા પ્રધાનને ચૅલેન્જ આપતાં કહ્યું કે ‘વિકાસના મુદ્દે ગુજરાત અને દિલ્હીની સ્પર્ધા કરવામાં આવે.’