રાજ્યમાં મતદાનની સાથે સાથે......

અમદાવાદ| વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 30 એપ્રિલ 2009 (20:43 IST)
મથકમાં મોબાઈલ નહી લઈ જવાના ચૂંટણીપંચના નિયમ બાદ પણ મોબાઇલની રીંગો વાગી
અમદાવાદમાં ચાર મતદાન મથકો ઉપર પજ્ઞાચક્ષુ માટે ખાસ બ્રેઇનલીપી વાળા ઈવીએમ મશીન મુકાયા.
આણંદમાં ભરતસિંહ સોલંકી સામે આચારસંહિતાની ફરીયાદ
અમદાવાદના ઓઢવની બે શાળામાં ભાજપના નિશાનવાળી મુખવાસની પડીકીયો વહેંચાઈ.
રાજકોટમાં મતદારયાદીમાં સાત પાકિસ્તાની નાગરિકોના નામ હોવાની ફરીયાદ
જામનગરમાં બોગસ મતદાન કરતો એક શખ્સ ઝડપાયોઅમદાવાદ પૂર્વના વટવામાં એક મતદાન મથકમાં 38 અને એકમાં માત્ર ચાર જ મત નોંધાયા.
સંઘ પ્રદેશના દમણના દલવાડામાં જૂથ અથડામણ
સુરત મહાનગર પાલિકાએ મતદાન કરાવવા દુકાનો બંધ કરાવી
ધંધૂકાના સોઢી ગામમાં ચૂંટણી કંટ્રોલ યુનિટમાં યાંત્રિક ખામી સર્જાતા હાલાકી
કમળાગ્રસ્ત મોડાસામાં મતદારોનો ઠંડો પ્રતિસાદમતદાન કરી મોદી, અડવાણી અને અરૂણ જેટલીએ ખાનપુર કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી.
દાહોદમાં મતદાન મથક પર હંગામો મચાવનાર પોલીસકર્મીની હકાલપટ્ટી
છોટાઉદેપુરના 11 સહિત રાજયભરમાં 25 જેટલા ગામોમાં મતદાનનો બહિષ્કાર.
કોંગ્રેસનો હાઈટેક પ્રચાર, 20 લાખ એસએમએસ કર્યા
રાજયભરમાં મતદાન બૂથો પર મંડપો બંધાયામતદાન મથકોમાં રાજકીય પક્ષના કાર્યકરો ખેસ નાખી ખુલ્લેઆમ ફરતા નજરે પડ્યાં
સમાજવાદી પક્ષના ભરૂચના ઉમેદવાર કનકસિંહ માંગરોળા સામે આચારસંહિતાની ફરીયાદ
સુરેન્દ્રનગરના એમજેપીના ઉમેદવાર જાગૃતિબેન શાહની કાર પર ભાજપ કાર્યકરોનો હુમલો
અમદાવાદના મુસ્લીમ વિસ્તારોમાં વધુ મતદાન
અમદાવાદ શહેરમાં જુદા જુદા મતદાન મથકો પર 12 ઈવીએમ ખોટકાયાએએમટીએસની 99 બસો ચૂંટણી કામગીરીમાં જોડાતા છકડા અને ઓટોરિક્ષામાં લોકોનો ઘસારો
ચૂંટણીમાં જાહેર રજા હોવા છતાં ધંધા-રોજગારો ચાલુ રહ્યાં.


આ પણ વાંચો :