પાણીના ટબમાંથી મળ્યા બે ભ્રુણ !

P.R

પાલડી વિસ્તારમાં એનઆઇડી પાસે સરદાર પટેલ બ્રિજના નીચે રિવરફ્રન્ટ ખાતેથી પાણીના ટબમાં બે બાળકોના આશરે પાંચેક મહિનાના મળી આવતાં લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.

એલિસબ્રીજના સરદાર પટેલ બ્રિજની નીચે રિવરફ્ન્ટ ખાતે પાણીના ટબમાં બે બાળકોના ગર્ભ હોવાનું એલિસબ્રિજ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પાણીની ટબની અંદર પાંચ મહિનાના બાળકીનો અને છ મહિનાના બાળકનો ગર્ભ જોઇ પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી.

અમદાવાદ| વેબ દુનિયા|
પોલીસે આ અંગે જાણ કરનાર પ્રતિપભાઇ મોહનભાઇ દેસાઇની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત મહિને ડીસા નજીકથી એક સાથે પાંચ ભ્રુણ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એક બાજુ સમાજમાં પુરૂષઓની સાપેક્ષમાં સ્ત્રી જન્મ દર ઘટી રહ્યો છે.


આ પણ વાંચો :