ગુજરાત ભાજપના નવા પ્રદેશ કાર્યાલય 'કમલમ્’ નો પ્રારંભ

P.R

વેબ દુનિયા| Last Modified સોમવાર, 10 ફેબ્રુઆરી 2014 (13:54 IST)
ભાજપના અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ કાર્યાલય-કમલમનું ઉદ્ઘાટન કર્યુ.
રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક કોબા ખાતે ઊભું થયેલું ભાજપનું નવું કાર્યાલય - કમલમ્ '૧૨,૦૦૦ સ્ક્વેર મીટરના પ્લોટમાં ૧૮ કરોડના ખર્ચે ૮,૦૦૦ સ્ક્વેર મીટરનું બાંધકામ છે’. ભાજપના વરિષ્ઠ નેતા અને નવા કાર્યાલયના સર્જનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા સુરેન્દ્ર પટેલ ટૂંકમાં આ માહિ‌તી આપે છે. નવા 'કમલમ્’માં નરેન્દ્ર મોદીના સ્વર્ણિમ સંકુલની જેમ જ દેખીતો કોર્પોરેટ ટચ છે. પક્ષના પદાધિકારીઓની વિશાળ એક્ઝિક્યુટિવ ચેમ્બર્સ, સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ કાર્યાલયો, વિશાળ કોન્ફરન્સ હોલ્સ અને મોટી રાજકીય સભા માટે એક અત્યંત વિશાળ વાતાનુકૂલિત હોલ પણ તેમાં છે.


આ પણ વાંચો :