એંજિ., ફાર્મસીની ફી જાહેર

અમદાવાદ| વેબ દુનિયા| Last Modified શનિવાર, 31 જાન્યુઆરી 2009 (21:38 IST)

ફી નિર્ધારણ સમિતિ દ્વારા રાજયની ડિપ્લોમાં એન્જિનીયરીંગ, ડિગ્રી એન્જિનીયરીંગ અને ડિગ્રી ફાર્મસીની બાકી કોલેજોની ઊપરાંત એમસીએની ફી જાહેર કરવામાં આવી છે.

ફી નિર્ધારણ સમિતિની આજે મળેલી બેઠકમાં ફીનું માળખું જાહેર કરવામાં આવ્યું હતું. આ ફી આગામી ત્રણ વર્ષ (2011) સુધી લાગુ પડશે. ફી કમિટી દ્વારા એમસીએ કોલેજોમાં રૂપિયા 35 હજારથી લઈ 54 હજાર સુધીની ફી જાહેર કરવામાં આવી છે.

અત્રે ઊલ્લેખનિય છે કે અગાઊ એન્જી. ફાર્મસીની જાહેર કરાયેલી ફી દરમિયાન કેટલીક કોલેજોની ફી જાહેર કરવાની બાકી હતી. તે કોલેજોનો પણ આમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો :