ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (13:59 IST)

ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વડાપ્રધાનને 85000 પોસ્ટકાર્ડ લખાયા

ગુજરાતમાં એક તરફ અનામતનું આંદોલન અને બીજી તરફ ઠાકોર સેનાનુ અલ્ટીમેટમ સરકારને પરેશાન કરી રહ્યું છે. તે સિવાય દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ સરકારને ઘેરી રહ્યો છે. ત્યારે પાસ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના કાર્યક્રરો પણ હવે ભાજપ સરકાર વિરૂદ્ધ આંદોલનો ચલાવીને વિરોધની નવી લહેર પ્રસરાવી રહ્યાં છે. ત્યારે ઠાકોર સેના અને દલિત સેના ના લોકોએ બનાસકાંઠાંમાં 85 હજાર જેટલા પોસ્ટકાર્ડ પીએમ મોદીને લખ્યાં છે.  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા પંચ દ્વારા બનાસકાંઠામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 85000 પોસ્ટકાર્ડ લખી દારૂબંધીના કડક નિયમો બનાવવાની માગણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મેલાજી ઠાકોરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ બહેનોને વચન આપ્યું હતું કે, જ્યારે મુશ્કેલી પડે ત્યારે તમારા વીરાને યાદ કરજો અત્યારે દારૂની બદીના કારણે બહેનો ઉપર ત્રાસ વધ્યો છે.