સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (12:49 IST)

પંચમહાલ જિલ્લાની પોલીસ ગુજરાતની સૌપ્રથમ કેશલેશ પોલીસ બની

દેશમાં નોટબંધીના અમલ પછી રાજ્યમાં પંચમહાલ જિલ્લાની પોલીસ રાજ્યની પ્રથમ કેશલેશ પોલીસ બની છે. નોટબંધીની અમલવારીના ભાગરૃપે પંચમહાલ જિલ્લાની પોલીસ હવે કેશલેશ બની ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેશલેશ વ્યવહારના દેશવ્યાપી આદેશની શરૂઆત પંચમહાલ જિલ્લાની પોલીસ શરૂ કરી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ નેશનલ પોલીસ એકેડેમી યોજાયેલી ડીજીપી પોલીસ મીટમાં કેશલેશ વ્યવહાર ઉપર ભાર આપ્યો હતો અને તેની શરૂઆત કરવા આહવાન કર્યુ હતુ. વડાપ્રધાનના કેશલેશ આહવાનની પંચમહાલ જિલ્લાની ૧૦૦૦ પોલીસ અને ૧૦૦ વહીવટી સ્ટાફે કેશલેશની શરૂઆત શરૂ કરી દીધી છે. કેશલેશ માટે જિલ્લાની તમામ પોલીસને બેંકો દ્ધારા તાલીમ આપવામાં આવી હતી. હવે જિલ્લાની પોલીસ લોકો સુધી કેશલેશના વ્યવહારને કેવી રીતે પહોંચાડી શકાય તેની તૈયારી શરૂઆત કરી દીધી છે.પંચમહાલ ડીએસપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યુ હતું કે પંચમહાલ જિલ્લાની પોલીસને નોટબંધી બાદ કેશલેશ બેંકના અધિકારીઓ દ્વારા બે દિવસની કેવી રીતે કેશલેશ વ્યવહારો થઇ શકે. તેની તાલીમ આપવામાં આવી હતી. ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને પેટીએમથી કેવી રીતે નાણાંકીય વ્યવહારો કરી શકાય તેની તાલીમ આપવામા આવી હતી. અને કેશલેશ વ્યહવારોના ફાયદા અંગે પણ પોલીસને જાગૃત કરવામાં આવી હતી. હવે જિલ્લાની પોલીસ લોકોને પણ કેશલેશના ફાયદાની તાલીમ આપશે.