શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :અકોદરા. , મંગળવાર, 29 નવેમ્બર 2016 (12:31 IST)

#નોટબંધીના 30 વર્ષ પહેલાથી કેશલેસ છે ગુજરાતનું આ એકમાત્ર શહેર

ભારતનુ એક એવુ શહેર જ્યા 10 વર્ષથી અનેક લોકોએ નોટના દર્શન પણ કર્યા નથી. એક એવુ ગામ જ્યા 10 રૂપિયાની ચા થી લઈને સિગરેટ સુધી બધુ જ પેમેંટ મોબાઈલથી થાય છે. આ બંને સ્થાન પર નોટબંધીના નિર્ણયથી લોકોમાં ન તો 500-1000ની નોટ બદલવાની ટેંશન જોવા મળી કે ન તો ડેલી ખર્ચા પર કોઈ ફરક પડ્યો.  અમદાવાદથી 85 કિમી દૂર અકોદરા ગામની. આ જ કારણે અહી છે કેશલેસ ઈકોનોમી... 
 
અકોદરામાં સૌથી ઓછો ભણેલો ગણેલો માણસ પણ આજે મોબાઈલથી પેમેંટ કરે છે. ઉલ્લેખની છે કે દેશમા પહેલીવાર 500 રૂપિયાની નોટ 1987માં આવી હતી. અકોદરા ગામ@ જ્યા ચા થી લઈને સિગરેટ સુધીનુ પેમેંટ થાય છે મોબાઈલથી... 
 
ક્યા છે - ગુજરાતમાં 
વસ્તી - લગભગ 1200 
કૈશલેસ ક્યારે થયુ - એપ્રિલ 2015માં.. જ્યારે ICICI બેંકે આ ગામને દત્તક  લીધુ 
 
કેવી રીતે થાય છે કેશલેસ ટ્રાંજેક્શન 
 
- ડિઝિટલ ગામ બનાવવાના મિશને કારણે એપ્રિલ 2015માં ICICI બેંકે અકોદરા ગામને દત્તક લીધુ હતુ. 
- એ સમયે ગામમાં એક બ્રાંચ ઓપન કરીને બધા લોકોનુ એકાઉંટ ખોલ્યુ. મોબાઈલ નંબરથી 24 કલાક બેકિંગ ટ્રાંજેક્શન સર્વિસ પુરી પાડી 
- એકાઉંટની મદદથી મોબાઈલ પેમેંટ કરતા શિખવાડ્યુ. ત્યારથી અહી પાનની દુકાનથી લઈને શાકભાજી દૂધ અને અનાજ સુધી દરેક સ્થાને કેશલેસ ટ્રાંજેક્શન જ થાય છે. 
- આ માટે સ્માર્ટફોનની પણ જરૂર નથી પડતી. નોર્મલ મોબાઈલ ફોન પર પણ આ પ્રોસેસ થઈ જાય છે. 
- ICICI બેંકના એક કર્મચારી મુજબ આજે ગામના લોકોના 27થી 30 લાખ રૂપિયા અકોદરા બ્રાંચમાં જમા છે. 
- ઉલ્લેખનીય છે કે આ ગામ ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના હિમંતનગર ઉપ જીલ્લામાં છે. 
 
 
આગળ જાણો કેવી રીતે ખરીદદાર મેસેજ બોક્સમાં શુ લખીને કરે છે પેમેંટ 

ખરીદદાર કેવી રીતે કરે છે પેમેંટ 
- કોઈ વ્યક્તિ કોઈ દુકાનમાં કશુ ખરીદવા જાય છે તો તેને સામન માટે પૈસા નથી આપવા પડતા 
- ખરીદદારને પોતાના મોબાઈલ મેસેજ બોક્સમા જઈને પહેલા 3 ટાઈપ કરવાના હોય છે. પછી સ્પેસ પછી દુકાનદારનો મોબાઈલ 
 
નંબર એમાઉંટ અને પોતાનો એકાઉંટ નંબર ટાઈપ કરીને 09222299996નંબર પર SMS કરવો પડે છે. 
- જો ખરીદદારને 10 રૂપિયાનુ પેમેંટ કરવા હોય તો તે કંઈક આવો મેજસેજ મોકલશે (3 97120014XX-10*******)
 
 
દુકાનદારોને કેવી રીતે મળે છે પૈસા 
 
- ખરીદી કરનારા દ્વારા મેસેજ સેંડ કર્યા પછી દુકાનદારના એકાઉંટમાં એ સમયે વેચાયેલ સામાન જેટલી જ એમાઉંટ ક્રેડિટ થઈ જાય છે. બેંક તરફથી કંફર્મેશન મેસેજ પણ આવે છે. 
- તેને જોઈને તેઓ ખરીદનારને સામાન આપે છે. 
- આ ઉપરાંત અહી બધી દુકાનો પર સ્વૈપિંગ મશીન પણ છે.  ક્યારેક ક્યારેક આની મદદથી એટીએમ પેમેંટ પણ કરવામાં આવે છે. 
- ઉલ્લેખનીય છે કે કેશલેસ ટ્રાંજેક્શનના કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે બેંકે ગામમાં ફ્રી વાયફાઈ પણ આપી રાખ્યુ છે. 
 
મિનિમમ-મેક્સિમમ કેટલા રૂપિયા સુધી કરી શકાય છે પેમેંટ 
 
- મિનિમમ 10 રૂપિયા અને અધિકતમની કોઈ લિમિટ નથી 
- જોકે ગામમાં મોટાભાગે લોકો 4 અંકોની અંદર જ પેમેંટ કરે છે. 
- ડેલી મોબાઈલ પેમેંટથી સામાન ખરીદવાને લઈને કોઈ લિમિટ નથી. 
 
કેશલેસ પાછળનો વિચાર 
 
- બેંકે ગામને ડિઝિટલાઈજ બનાવવા માટે દત્તક લીધુ છે. 
- આ ડિઝિટલાઈજેશન હેઠળ ICICI અહી કેશલેશ ટ્રાંજેક્શનને પ્રમોટ કરી રહ્યુ છે. 
 
શુ છે લોકોનો ફીડબેક 
 
- અમૂલ પાર્લર અને પ્રોવિઝન સ્ટોરના માલિક અમિતભાઈએ કહ્યુ કે ગામના લોકો પોતાની જરૂરિયાતની નાની-મોટી વસ્તુની ખરીદી પણ SMSથી પેમેંટ દ્વારા કરી રહ્યા છે. તેનાથી અમારી ત્યા ખુલ્લા પૈસાની સમસ્યા થતી નથી. મારા સ્ટોર પર જ રોજ 3000 રૂપિયાથી વધુની ચુકવણી કેશલેસ થાય છે. 
 
- અકોદરાની સરપંચ તારાબેન પટેલ કહે છે, 'આખુ ગામ હવે કેશલેસ થઈ ગયુ છે. જેને કારણે અહી ખરીદી વેચાણ માટે કોઈ પ્રકારની તકલીફ થતી નથી. બેંકે ડેયરી માલિકોને એક સોફ્ટવેયર પણ તૈયાર કરીને આપ્યુ છે. એ તેમા 10 દિવસમાં કેટલુ દૂધ કયા ગોવાળ પાસેથી ખરીદ્યુ તેની એંટ્રી કરે છે. એ જ આધાર પર બેંક બધાને પેમેંટ ટ્રાંસફર કરી દે છે. 
 
- ગામના જ માર્ગેશ પટેલે કહ્યુ, 'જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ 500 અને 1000ના નોટ બંધ કરવાનુ એલાન કર્યુ, ત્યારે ગામના બેંક અને એટીએમ ખાલી પડ્યા હતા. બેંક જઈને નોટ બદલનારા લોકોની સંખ્યા આંગળી પર ગણવા લાયક હતી.