શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (12:33 IST)

RBI HDFC બેંકને પૈસા આપે છે તો જાય છે ક્યાં ? બેંકમાં પગારની જગ્યાએ ત્રણ દિવસનો ટોકન મળે છે.

અમદાવાદમાં હજીયે લોકોને પૈસા ઉપાડવામાં તકલીફઓનો સામનો કરવો પડી રહ્યો છે. આઠમી નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૃા. ૫૦૦ અને રૃા. ૧૦૦૦ની ચલણી નોટ્સ રદ કરી દેવાની જાહેરાત કરી તે પછી રાષ્ટ્રીયકૃત બૅન્કોના અધિકારીઓ દ્વારા ઓનમની લઈને જૂની ચલણી નોટ્સ સામે નવી ચલણી નોટ્સ આપી દેવાના કિસ્સાઓ અંગે તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે સિન્ડિકેટ બૅન્કની સાણંદ બ્રાન્ચ, કેનેરા બૅન્કની શ્યામલ બ્રાન્ચ તથા પંજાબ નેશનલ બૅન્કની આશ્રમ રોડ શાખામાં તપાસ ચાલુ કરી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓનું કહેવું છે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ-સૌરાષ્ટ્રમાં આમજનતા નવી ચલણી નોટ્સ ઘરખર્ચ કે ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવા માટે અને પગારની રકમનો ઉપાડ કરવા એક તરફ લોકો લાઈન લગાવીને ઊભા રહીને કલાકો પ્રતીક્ષા કરતા હતા ત્યારે બૅન્ક મૅનેજરો અને લાગતાવળગતા અધિકારીઓને નવી ચલણી નોટ્સ મોટા બિઝનેસમૅનેનો અને વેપારીઓને પધરાવી દઈને કમાણી કરી હોવાના આક્ષેપો થયા છે. આવી જ બાબત મોટા શહેરોની  HDFC બેંકોમાં જોવા મળી રહી છે. આજે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પ્લેટિનમ પ્લાઝા સ્થિત  HDFC બેંકમાં લોકોને ટોકન આપીને જ્યારે કેશ આવશે ત્યારે ફોન કરીને બોલાવવામાં આવશે એવું કહેવામાં આવતા ગ્રાહકો નિરાશ થયાં હતાં. બેંકના મેનેજર મિ. પ્રજોશ પણ લોકોની હાલાંકીને સમજીને લોકોને સમજાવવાની જગ્યાએ તેમની સાથે હડધૂત વર્તન કરતાં જોવા મળ્યાં હોવાનું બેંકમાં આવનાર ગ્રાહકો પાસેથી જાણવા મળ્યું હતું. ગ્રાહકોનું કહેવું છે કે બેન્કનું એટીએમ પણ ઘણા દિવસથી બંધ પડ્યું છે. અમારુ ખાતુ આ બેંકમાં છે તો બેંક અમને પૈસા આપવાની જગ્યાએ ટોકન આપીને વિદાય કરી દે છે અને કોઈપણ વાતનો જવાબ આપવામાં અમારી સાથે દાદાગીરી કરે છે. રિઝર્વ બેંક બીજી બેંકોને પૈસા આપે છે તો આ બેંકને પણ આપતી જ હશે તો એ બધા પૈસા જાય છે ક્યાં? આવા અનેક સવાલો લોકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તો બીજી બાજુ કેટલાક લોકોનું એવું કહેવું છે કે મેનેજર અને બેંકના અધિકારીઓ પોતાના મોટા ખાતેદારોને સાચવવામાં નાના ગ્રાહકોને હડધૂત કરી રહ્યાં છે. હવે આવી પરિસ્થિતીમાં લોકોએ શું કરવું એ સમજાતું નથી. જો પૈસા ના મળે તો વડાપ્રધાન મોદીને લેખિતમાં કાગળો લખવા કે વિકાસના નામના તાકા ફાડી રહેલી સરકાર સામે પૈસાની માંગ કરવી. લોકોની મુસીબતોનો પાર નથી ને બેંકો પોતાના પ્રિમિયમ ગ્રાહકોને માલ મલિદો આપી રહી છે. અગાઉ પોરબંદરની  HDFC બેંકોના અધિકારીઓને સસ્પેન્ડ કરાયાં હતાં. તો અમદાવાદની બેંકોમાં ઈડી કેમ તપાસ નથી કરતી આવા સવાલો પણ શહેરના બૌદ્ધિક વર્ગમાં ચર્ચાતા જોવા મળી રહ્યાં છે.