ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ડિસેમ્બર 2016 (12:58 IST)

અંબાજીમાં ભક્તોએ ૨૭ દિવસમાં રૃ. ૨૦ લાખનું કેશલેસ દાન આપ્યું

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટબંધી બાદ શક્તિપીઠ અંબાજી, જ્યોર્તિલિંગ સોમનાથ બાદ હવે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં પણ હવે પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશિનથી દાન સ્વિકારવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. આમ, ગુજરાતના મોટાભાગના તમામ પ્રસિદ્ધ મંદિરો હવે 'કેશલેસ' બની ગયા છે. અંબાજી મંદિરમાં કેશલેસ દાન લેવાનો પ્રારંભ ૨૯ નવેમ્બરથી થયો હતો. જેના ભાગરૃપે અંબાજીમાં પીઓએસ મશિન પણ મૂકવામાં આવ્યા હતા. આ સુવિધાના પ્રારંભને હજુ એક મહિનો પણ પૂરો થયો નથી ત્યાં માઇ ભક્તોએ રૃપિયા ૨૦ લાખથી વધુનું દાન કેશલેસ પદ્ધતિથી આપ્યું છે. આ અંગે દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ૨૫ ડિસેમ્બર-રવિવારના એક જ દિવસમાં બપોરે ૪ઃ૩૦ સુધી રૃપિયા ૪૮૧૦૩નું દાન ભક્તોએ કેશલેસ પદ્ધતિથી આપ્યું હતું. આ ઉપરાંત અંબાજી ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ-કોમર્સ, બીસીએ કોલેજમાં પણ કેશલેસ પદ્ધતિ શરૃ કરાઇ છે. હાલ જે કેશલેસ દાન મળ્યું છે તેમાં સોના માટે સૌથી વધારે છે.દેવભૂમિ દ્વારકા  જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ દ્વારકા મંદિરમાં શુક્રવારથી પીઓએસ મશિનથી દાન લેવાની શરૃઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા પાસે આવેલા સોખડા ખાતે આવેલી હરિપ્રસાદ સ્વામીના માર્ગદર્શનમાં સંચાલિત હરિધામ સંસ્થામાં ઇ-ટ્રાન્ઝેક્શન દ્વારા દાન આપવાનું શરૃ કરાયું છે.