ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 3 ડિસેમ્બર 2016 (11:56 IST)

IDS હેઠળ સૌથી મોટી આવકની ચોખવટ કરનારો ગુજરાતી વેપારી મહેશ શાહ છેવટે ફરાર કેમ ?

એક સામાન્ય જેવો દેખાતો વ્યક્તિ છે મહેશ શાહ પણ હાલ તે સૌથી વધુ ચર્ચામાં છે. અમદાવાદ શહેરમાં આ માહિતી સામે આવી છે કે તેણે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી બ્લેક મની ધનને ટેક્સ આપીને સફેદ કરવાની વીડીઆઈએસ યોજનામાં 13860 કરોડ રૂપિયા કેશ હોવાની જાહેરાત કરી હતી.  
 
એક સામાન્ય ઘરમાં રહેનારા શાહે આ એક્ટ હેઠળ ચાર હપ્તામાં 45 ટકા ટેક્સ ભરવાનુ હતુ. 30 નવેમ્બર પહેલા તેમને આનો પ્રથમ 25 ટકા મતલબ 1560 કરોડ રૂપિયા જમા કરવાનુ હતુ પ્ણ અચાનક મુદત ખતમ થતા પહેલા ઈનકમ ટેક્સ વિભાગે 28 નવેમ્બરના રોજ જ જૂન ડિસ્ક્લોજર રદ્દ કરીને 29 અને 30 નવેમ્બરના રોજ તેના અને તેમના સીએ તેહમૂલ સેઠના ઠેકાણા પર સર્ચ કર્યુ. 
 
તેહમૂલ કહે છે કે તેમને આના વ્યવસાયની ઠોસ માહિતી નથી પણ તે મોટા હતા. તે કોઈ ખાસ ભણેલા ગણેલા નહોતા. વયસ્ક પણ ખૂબ જ હોશિયાર માણસ છે  તેમનો સંપર્ક ખૂબ મોટા મોટા લોકો સાથે હતો અને તે જમીનમાં મોટો સોદો કર્યા કરતા હતા. તેથી તેમને ક્યારેક તેમના ખુલાસા પર શંકા થવાની શક્યતા નહોતી. 
 
પ્રથમ ઈનકમ ટેક્સે આટલો મોટી ચોખવટ કરનાર વ્યક્તિને ટેક્સનો પૈસો લાવવામાં સિક્યોરિટીની પણ ગેરંટી આપી હતી તો સવાલ એ છે કે છેવટે શુ કારણ હતુ કે ઈનકમ ટેક્સ વિભાગે 30 નવેમ્બર સુધી રાહ ન જોઈ. શુ તેમના હાથે કંઈક લાગી ગયુ હતુ.  પછી એ પણ હતુ કે આટલી કેશ મુકનાર માણસ છેવટે ગાયબ ક્યા થઈ ગયો. 
 
છેલ્લે એક અઠવાડિયાથી તેમના કોઈ સમાચાર નથી. તેમના વિશે બસ આટલી જ માહિતી છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જમીનનો વેપાર કરતા હતા અને સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શુ આ વ્યક્તિનુ કોઈ નેટવર્ક પણ હતુ અને ક્યા લોકો જોડાયા હતા આટલા મોટા કાળા ધન પાછળ. છેવટે ગુજરાતમાં કાળા ધનનો આટલો મોટો મામલો કેવી રીતે બન્યો. 
 
કેન્દ્ર સરકરની આ યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધી સરકારને 45 ટકા ટેક્સ આપીને  છુપાવેલી આવક જાહેર કરી સકતી હતી. આ યોજના હેઠળ છુપાવેલી આવક પર ટેક્સ ચુકવવા પછી આવકની સ્વૈચ્છિક જાહેરાત કરનારા આવક વિભાગની તરફથી કોઈ કાર્યવાહી થવાની નહોતી. બીજી બાજુ મહેશથી ચૂક થઈ ગઈ.  તેણે 13 હજાર કરોડની રૂપિયાની છુપી આવકની માહિતી આવક વિભાગને આપી તો ખરી પણ યોગ્ય ટેક્સ ચુકવ્યા વગર. 
 
 મહેશ શાહનો પુત્ર મોનિતેશ શાહ મીડિયા સામે આવ્યો હતો અને મોનિતેશ શાહે કહ્યું કે, અમારા પપ્પા અમને છોડીને ગયા નથી, તેઓ હાલ અમદાવાદમાં નથી અને છેલ્લા 10 દિવસથી તેમનો સંપર્ક થયો નથી. પપ્પા અમદાવાદ આવશે એટલે દરેક પ્રશ્નોનો જવાબ મળી જશે. તેઓ ક્યા ગયા છે. તેનો કોઈ આઈડિયા નથી. મારી માતાને બ્રેઈન કેન્સર છે, પપ્પાને પણ પેરાલીસીસની અસર છે. આઈટી વિભાગ દ્વારા મહેશ શાહના સીએ અપ્પાજી એન્ડ અમીન કું.ની ઓફિસ તેમજ અન્ય સ્થળે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે વેપારી તેના મળતિયાઓ તેમજ અન્ય સાંઠગાંઠ ધરાવતા શખ્સો કે તેના સગાંસંબધીને ત્યાં પણ હોવાની શક્યતાને ધ્યાને લઈ ઈન્કમટેક્સ વિભાગે તેમના ઉપર પણ વોચ ગોઠવી છે. સમગ્ર મામલામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. હાલ મહેશ શાહ ફરાર હોવાનું ખુલ્યું છે.