શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2017 (15:55 IST)

અચાનક કેમ સુરતમાં 700 GRD જવાનોને કાઢી મૂકયા

સુરતમાં નોકરીમાંથી અચાનક જ અંદાજે 700 ગ્રામ રક્ષક દળ (જીઆરડી) જવાનોને છૂટા કરતાં આજે પોતાની રજૂઆત કરવા માટે પોલીસ કમિશ્નરની કચેરીએ પહોંચ્યા હતા. જીઆરડી જવાનોએ રજૂઆત કરી હતી કે તેમને છેલ્લાં ચાર મહિનાનો પગાર પણ આપવામાં આવ્યો નથી. મળતી માહિતી પ્રમાણે આજે રોષે ભરાયેલા જીઆરડી જવાનો પોલીસ કમિશ્નર સતીશ વર્માને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. 150 જેટલી મહિલા અને 600 જેટલા પુરુષો જીઆરડીમાં ફરજ બજાવતા હતા. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દરેકને છેલ્લા ચાર મહિનાથી પગાર પણ મળ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે શહેરના પોલીસ મથકોમાં પોલીસ કર્મચારીઓની અછત પૂરી થતાં છૂટા કરાયા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ મથકોમાં પીસીઆર વાન પર જીઆરડી જવાનો ફરજ બજાવતા હતા. હવે તેમની જગ્યાએ હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે તેવી માહિતી સૂત્રોએ આપી છે.