શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 28 નવેમ્બર 2016 (11:07 IST)

નોટબંધી- વિરોધ મોકૂફ- પોલીસ અને કોંગ્રેસ કાર્યકરોનો પકડદાવ

નોટબંધી બાદ લોકોને પડતી હાલાકીનો સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે રવિવારે પાટણ શહેરમાં કોંગ્રેસ કાર્યકરોએ પ્રદેશ ભાજપ મંત્રી કે.સી.પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ ઘરનો ગેરાવો કરવાનો પ્રયાસ કરીને દેખાવો કયાં હતા. પરંતુ પોલીસ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત 31 કાર્યકરોને પકડીને ડીટેઇન કરી લીધા હતા. આ દરમ્યાન કિલ્લે બંધીમાં ગોઠવાયેલી પોલીસે કાર્યકરોને પકડીને પોલીસ વાન બેસાડી દેવાયા હતા જ્યારે બીજીબાજુ  ગાર્ડન હોટલના પાછળના ભાગે તિરૂપતી ટાઉન શિપમાં પ્રદેશભાજપ મહામંત્રી કે.સી.પટેલ ના ઘરનો ઘેરાવો કરવા માટે યુથ કોંગ્રેસના  કાર્યકરોએ પ્રયાસ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે પકડદાવ ખેલાયો હતો અને કાર્યકરોએ પોલીસને સોસાયટીના ગેટ સુધી દોડાવી હંફાવી દિધી હતી. છેવટે સોસાટીનો ગેટ પોલીસ દ્વારા બંધ કરી કાર્યકરોને પ્રદેશમહામંત્રીના ધર સુધી પહોચતા અટકાવ્યા હતા. અને તેઓને ડીટેનકરી પોલીસ વાન મારફતે પાટણ તાલુકા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રેલી-ધરણાં મારફતે વિરોધ પ્રદર્શન કરીને ‘જનઆક્રોશ સપ્તાહ’ ઊજવવાની જાહેરાત કરાઇ છે. પ્રજાને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અપાયેલું ગુજરાત બંધનું એલાન મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ છે. દેશભરના નાગરિકોને 500 અને 1000ની નોટબંધીને કારણે બેન્કમાં પોતાના પૈસા લેવા માટે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે નાગરિકોને ધંધા-રોજગારમાં વધુ મુશ્કેલી પડે તેટલા માટે ગુજરાત બંધના એલાનને મોકૂફ રાખીને 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં રેલી, ધરણાં અને દેખાવ કરવામાં આવશે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 'કેન્દ્રની ભાજપ સરકારે નક્કર આયોજન વગર નોટબંધી કરીને દેશની જનતાને મુશ્કેલીમાં મૂકી દીધી છે. ત્યારે કોઇ રાજકીય પાર્ટી પ્રેરિત અસામાજિક તત્વો સામાન્ય નાગરિકોને મુશ્કેલી ઊભી કરે કે બેન્કો બંધ કરાવવા નીકળે અને કોંગ્રેસનું નામ આવે તેવી સ્થિતિ સર્જાય તે પહેલા કોંગ્રેસે બંધના એલાનને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.'