મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (13:06 IST)

સાત વર્ષથી એક પણ રજા લીધા વિના પુત્રને ભણાવવા પિતાએ ત્રણ નોકરી કરી

બેચરલ ઈન પ્રોડ્ક્શન એન્જિનિયરીંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર સાગર મહેશભાઈ રાઠોડના પિતાજી એક હીરાના કારખાનામાં નોકરી કરે છે અને મહિને માંડ ૧૦થી ૧૨ હજાર કમાય છે. આવી હાલતમાં એન્જિનિયરીંગ ફિલ્ડમાં દિકરાને ભણાવવું પોષાય નહીં છતાં તેઓએ છેલ્લા સાત વર્ષમાં એક પણ રજા લીધા વગર મહિનાના ૩૦ દિવસ કામ કરી સાગરને ભણાવ્યો હતો. ઘણા મહિના તો મહેશભાઈ ત્રણ ત્રણ નોકરી અને પાર્ટટાઈમ બિઝનેસ પણ કરે છે. આ અંગે વાત કરતા સાગર કહે છે કે હું પ્રાઈવેટ શાળામાં ધોરણ ૧થી૮માં ભણ્યા પણ ૯મા ધોરણમાં ફી ન હોવાથી ૯-૧૦ સરકારી શાળામાં કર્યું અને ત્યારબાદ ડિપ્લોમા ફેબ્રીકેશન ટેકનોલોજીમાં એડમિશન લીધું. અભ્યાસની સાથે સાથે હું પણ ઘણીવાર નોકરી કરતો હતો અને કોઈને કોઈ રીતે મારા અભ્યાસનો ખર્ચ ઉઠાવતો હતો અને મારા પ્રોફેસરો પણ મને મદદ કરતા હતા. એન્જિનિયરીંગમાં એડમિશન આવ્યા બાદ ઘણી વખત પ્રોજેક્ટ બનાવવાના થતા ત્યારે પૈસાનો પ્રોબ્લેમ નડતો પણ મારી મહેનત અને ધગશ જોઈને મિત્રો કે પ્રોફેસર મારી  મદદ કરતા હતા. મે ક્યારેય નાવા પુસ્તકો નથી ખરીદ્યા પણ મારા સિનિયરોને વિનંતી કરીને તેમના જુના પુસ્તકો હું લેતો હતો. છેલ્લા વર્ષમાં તો હું મારો અભ્યાસ ફાઈનલી ડ્રોપ મુકવાનો હતો પણ એક સંસ્થાએ મદદ કરતા હું આજે મારો ગોલ પુરો કરી શક્યો છું. હું ચોક્કસ પણે મનું છું કે અભ્યાસ માટે પૈસા જરુરી છે પણ એટલા પણ જરુરી નથી કેમ કે જે વિદ્યાર્થીને મહેનત કરવાની ધગશ છે તેને મદદ કરનારા ઘણા મળી રહે છે. અત્યારે મે ગેટ પાસ કરી હોવાથી મને પુણેમાં એમ.ટેકમાં એડમિશન મળ્યું છે અને મારો ખર્ચ સરકાર પુરો કરે છે.