પીએમ મોદીએ વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કર્યું
સાંસદ તરીકે ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી પહેલી વાર વડોદરાની મુલાકાતે આવ્યાં છે. વડોદરાના નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેમના સ્વાગત બાદ ઈન્ટરનેશનલ ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિત ભાજપના સાંસદો અને અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. PM એ સૌને સંબોધતા તમામ અગ્રણીઓને નામ સાથે ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જૂન 2014માં કાર્યારંભ શરૂ કર્યો અને આજે તેને લોકાર્પણ કરવાની તક સાંપડી. દેશમાં નવી સરકાર બન્યયા બાદ બે એરપોર્ટ ગ્રીન એરપોર્ટમાં સમાવેશ થશે. કોચી બાદ વડોદરાનું આ એરપોર્ટ ઝીરો ડિસ્ચાર્જ અને એનર્જી સેવિંગ સાથે ઈકોસિસ્ટમને આધારે કામ કરશે. તેની નિર્માણ કાર્યમાં પણ આર્થિક બોઝ ઓછો પડે છે. સરદાર સરોવરનું કાં પણ ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં વડોદરાની ગણતરી થઈ પીએમ બન્યા બાદ બે મહત્વપૂર્ણ કામ કર્યા સરદાર સરોવરનું અને વડોદરા એરપોર્ટનું. દેશમાં સામાન્ય માનવીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એવીએશન પોલિસી બનશે. દેશની વિકાસયાત્રાને નવી દિશા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.વડોદરાને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી પણ મળી, આગામી સમયમાં તેનું પણ કામ હાથ ધરાશે. પીએમ એ વડોદરાના વખાણ કરી સૌનો આભાર માન્યો