શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 22 ઑક્ટોબર 2016 (12:20 IST)

મોદીની વડોદરા મુલાકાત જાણો કેવા કાર્યક્રમો થશે

વડોદરાનું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ લોકાર્પણ માટે તૈયાર છે. રાજ્યના પહેલા ગ્રીન ઇન્ટરનેશનલ એરપોર્ટનું મોદી આજે લોકાર્પણ કરશે. વડોદરા એરપોર્ટ અંદરથી અદભૂત દેખાય છે. એરપોર્ટનું ઇન્ટીરીયર, વીઆઇપી લોન્જ, સીઆઇપી લોંજ, રેસ્ટોરન્ટ અને બેઠક વ્યવસ્થા લક્ઝુરિયસ છે. એરપોર્ટમાં પ્રવેશ કરતાં જ વિદેશના કોઇ એરપોર્ટમાં પહોંચી ગયાની અનુભૂતી થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બે કાર્યક્રમ અંતર્ગત વડોદરા આવી રહ્યા છે. જેમાં, આંતરરાષ્ટ્રીય સ્તરના એરપોર્ટ ટર્મિનલ તેમજ દિવ્યાંગો માટે સહાય વિતરણના કાર્યક્રમનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 2 વાગે હવાઇ માર્ગે હરણી હવાઇ માર્ગે આવી પહોંચશે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ બાદ 20 થી 30 મિનિટનો સમય આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વિઝિટ કરશે.

જનમેદની વચ્ચે સ્ટેજ પર ડાન્સ રજૂ કરવાનો હોય તો ભલભલાના પગ પણ ધ્રૂજવા લાગે, પરંતુ અમદાવાદ ખાતેના અંધજન મંડળના 14 જેટલા પ્રજ્ઞાચક્ષુ બાળકો અને યુવાનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેંકડોની સંખ્યામાં હાજર લોકોની સમક્ષ નૃત્યની કળા રજૂ કરશે. 15 વર્ષથી માંડીને 21 વર્ષ સુધીના આ પ્રજ્ઞાચક્ષુઓ સ્ટેજ પર ગણેશ વંદના અને વંદે માતરમ્ ગીત પર નૃત્ય રજૂ કરશે. અમેરિકા ખાતેના ચલો ગુજરાતમાં આ જ ગ્રૂપે ગરબા, ગણેશ વંદના, વંદે માતરમ્, રાજસ્થાની લોકગીત અને અવતારસિંહ પર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ગ્રૂપ આવતી કાલે સેંકડોની જનમેદની વચ્ચે પર્ફોર્મ કરશે. મોટાભાગે આપણે બુક-બધિરોને સાઇન લેંગ્વેજથી વાતો કરતા જોવા હશે, પરંતુ આપણે કદી સાઇન લેંગ્વેજમાં રાષ્ટ્રગીત સાંભળ્યું નહીં હોય. વડોદરાની અક્ષર ટ્રસ્ટના 12 વર્ષથી 15 વર્ષના 2૦ જેટલા બુક-બધિર બાળકો સાઇન લેંગ્વેજમાં રાષ્ટ્રગીત ગાશે. એટલું જ નહીં, રાષ્ટ્રગીત ગાતી વખતે કેવી રીતે ઊભું રહેવું અને ક્યાં જોવું વગેરે બાબત પણ તેઓ બોડી લેંગ્વેજથી રજૂ કરશે. પ્રેક્ષકો તેમનાં પર્ફોર્મન્સથી ખુશ થઈને તાળીઓ વગાડશે તો તે આ મુક-બધિર બાળકો સાંભળી નહીં શકે. જોકે, તેઓ લોકોને તાળીયો વગાડતાં જોઈ શકશે, તેથી તેઓ સમજી તો શકશે, પરંતુ તેમને બે હાથ ઊંચા કરીને લાગણી વ્યક્ત કરી શકાશે.