બેંકમાં પૈસા ઉપાડવાની નહીં પણ આ શાકભાજી લેવાની પડાપડી છે.

cash less
Last Modified સોમવાર, 12 ડિસેમ્બર 2016 (12:14 IST)
 

નોટબંધીના નિર્માણ બાદ ગુજરાત સરકાર દ્વારા 15 દિવસ પહેલા ખેડૂત ગ્રાહક બજારનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત  તમામ નગરપાલિકાઓને સૂચના અપાઈ હતી કે, ખેડૂતોને શાકભાજી તેમજ ફળો વેચવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવામાં આવે. રવિવારે પણ રાજ્યમાં અનેક સ્થળોએ ‘ખેડૂત ગ્રાહક બજાર’નું આયોજન કરાયું હતું.  જેને સારો પ્રતિસાદ મળ્યો છે.પોરબંદર શહેરમાં આવેલ ખીજડી પ્લોટ ખાતે જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા તથા માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂત ગ્રાહક બજારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી ખેડૂતો પોતાના 7-12 અને 8-અ ની નકલો લઈ લાંબી કતારોમાં લાભ લેવા જોવા મળ્યા હતા અને આજે બીજા રવિવારે 150 થી પણ વધારે ખેડૂતોએ લાભ લીધો હતો. પોરબંદરમાં ખેડૂતો દ્વારા પોતાના શાકભાજી દલાલો સસ્તા ભાવે મેળવતા હોય છે, જેથી ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે. ત્યારે ગ્રાહકોને પોષક ભાવમાં શાકભાજી મળી રહે તે માટે ગયા રવિવારથી પોરબંદર શહેરના ખીજડીપ્લોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા તથા માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતો ગ્રાહક બજારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો પોતાના 7-12, 8-અ ની નકલ લઈ ખેડૂત બજારમાં લાભ લેવા ઉમટી પડ્યા હતા જેમાં 150 થી પણ વધુ ખેડૂતો જોવા મળ્યા હતા અને લોકો દ્વારા ખુશી જોવા મળી હતી.ભરૂચ જિલ્લામાં રવિવારે ચાર સ્થળોએ ભરાયેલાં ખેડૂત- ગ્રાહક બજારમાં 3 કલાકમાં 17 હજાર કિલો શાકભાજીનું વેચાણ થયું હતું. ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર, હાંસોટ અને ઝઘડીયા ખાતે પણ શાકભાજી બજારનું આયોજન કરાયું હતું. બજાર કરતાં સસ્તા ભાવથી અને તાજુ શાકભાજી મળતાં લોકોએ ખરીદી માટે પડાપડી કરી હતી. ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે સીધો સેતુ સ્થાપિત થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યાં હતાં જયારે ગ્રાહકોને સસ્તુ અને તાજુ શાકભાજી મળ્યું હતું.ગાંધીનગર સહિત જિલ્લાના કલોલ, દહેગામ અને માણસા તાલુકા મથક ખાતે રવિવારે ખેડૂતોએ તાજા અને રાહતદરે શાકભાજીના સ્ટોલ લગાવ્યા હતા. જેને પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમાંય બપોર સુધીમાં પાટનગર સહિત તમામ સ્થળે ખેડૂતોનો તમામ મોલ વેચાઈ ચૂક્યો હતો


આ પણ વાંચો :