શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 22 ઑક્ટોબર 2016 (14:10 IST)

વડોદરામાં પોસ્ટર વોર, મોદીના 56 ઈંચની છાતીના પોસ્ટર સામે મનમોહનસિંહની દુંરદેશીને સલામ'

મોદીના આગમન પહેલા જ વડોદરા શહેરમાં કોંગ્રેસે વિવાદિત બેનરો લગાવતા શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શહેરના વિવિધ સ્થળોએ 'શ્રી ડો. મનમોહનસિંજીની દુંરદેશીને સલામ વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અર્પણ"ના હોર્ડિગ્સ લાગ્યા છે. જેમાં એરપોર્ટ અને મનમોહનસિંહના ફોટો મૂકવામાં આવ્યા છે. મોદીના આગમન પૂર્વે જ તેમના નીકળવાના રૂટ પર આ હોર્ડિગ્સ લાગ્યા છે. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું આજે મોદી લોકાર્પણ કરશે. આ પહેલા જ એરપોર્ટને લઇને વિવાદ છેડાયો છે. શહેરના વુડા સર્કલ સહિત ઠેર-ઠેર એરપોર્ટ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહની દેન હોવાના હોર્ડિગ્સ લાગ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતી દ્વારા આ હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે. મોદીના આગમન સમયે જ તેમના નીકળવાના રૂટ પર આવા હોર્ડિગ્સ લાગતા ભાજપમાં દોડધામ મચી જવા પામી છે. મોદીની વડોદરા મુલાકાતને લઇને શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.