બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 31 ડિસેમ્બર 2016 (14:38 IST)

વાઈબ્રન્ટ ગુજરાત MOU - મેમોરેન્ડમ ઓફ મીસ અન્ડર સ્ટેન્ડિંગ?

ગુજરાતમાં આગામી સમયમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જાન્યુઆરીની 10મી તારીખથી આ મહોત્સવ ગાંઘીનગરના પબ્લિસીટી હોલ કહેવાતા મહાત્મા મંદિરમાં આ ઉજવણી થશે. જેમાં દેશ વિદેશના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ડેલિગેશન ઉપસ્થિત રહેશે. આ લોકોને સાચવવા માટે અને વાઈબ્રન્ટ ગુજરાતના દર્શન કરાવવા માટે ગરીબ ગુજરાતીઓના ઝૂંપડા તોડાશે. આવા મેમોરેન્ડમ મીસ અન્ડર સ્ટેન્ડિંગમાં કેવી ઉજવણી થશે એતો બરાબર પણ લોકોની હાલત કેવી થશે એ વિચારવા જેવી બાબત છે.  આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટમાં  ભાગ લેનારા મહેમાનોને સ્માર્ટ સીટીના દર્શન થાય તે માટે  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન એસ.જી હાઇવે પર રહેતા ગરીબોની ઝુંપડીઓ હટાવવાની કામગીરી હાથ ધરી છે.ખાસ કરીને  આલીશાન હોટલોની આસપાસના ઝુંપડીઓને એએમસીના અધિકારીઓએ ખાલી કરવાના આદેશ પણ આપી દીધા છે.એટલું જ નહી આગામીે ૧૫ દિવસ સુધી ઝૂપડીઓ ફરી નહી  બાંધવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઝૂંપડીઓ હટાવવાથી બાળકો, મહિલા અને વયોવૃદ્ધને ઠંડીમાં રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે.ઝૂપડાને પોતાનું ઘર માનીને રહેતા લોકો પાસે  પૂરતા પ્રમાણમાં ગરમ વસ્ત્રો કે શરીરને ઢાંકી શકાય એવી ચાદર પણ હોતી નથી. મોડી રાત્રિએ પડતી કાતિલ ઠંડી દરમિયાન ખુલ્લામાં સુઇ રહેતા લોકોની સ્થિતિ એક પ્રકારની સજા ભોગવતા હોય તેવી લાગે છે.વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે આવનાર મહેમાનો તો આલિશાન રૃમમાં રાત વિતાવશે પણ તેમના કારણે ગરીબોને ઠંડીમાં ખુલ્લામાં રાત વિતાવવી પડી રહી છે.અમદાવાદ શહેરની સાચી હકીકતને છૂપાવવા માટે ઝૂપડા બાંધીને રહેનારાઓને હેરાન કરવામાં આવે છે.વાઇબ્રન્ટ ગુજરાતના મહેમાનોની નજર સમક્ષ અમદાવાદને સ્માર્ટ શહેર રજૂ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે આવનાર મહેમાનોને સારું દેખાડવાના અભરખામાં ગરીબોે ઝુપડાઓ વિહોણા બન્યા.