શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (23:36 IST)

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73 % મતદાન

આજની મતદાન પ્રક્રિયામાં કુલ 1,47,749 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 73 % મતદાન થયું છે. રાજ્યના તમામ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 29મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણીજંગ ખરાખરીનો બની રહેવાનો છે. સૌપ્રથમ વખત પંચાયતની ચૂંટણીમાં મતદાર નોટાનો ઉપયોગ કરાયો હતો.  રાજ્યમાં ક્યાંય પણ કોઇ અનિચ્છનીય બનાવ બન્યાં વગર એકદમ શાંતિમય અને મતદારોના ઉત્સાહભર્યા માહોલ સાથે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રાજ્યમાં કુલ 12 જગ્યાએ મરણને કારણે મતદાનપ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી જેના પર ફેર મતદાનની તારીખ જલદી જ નક્કી કરીને જાહેર કરાશે. 29 ડીસેમેબરે કુલ 252 સ્થળ પર, 1643 હોલમાં, 4200 ટેબલ પર 17347 સ્ટાફ દ્વારા 29મીએ મતગણતરી હાથ ધરાશે. સિંહાએ આશા વ્યક્ત કરી ગતી કે ગત ચૂટંણીઓમાં થયેલા 77 ટકા કરતાં વધુ સારું મતદાન થયાના આંકડા આવશે.  તેમણે માહિતી આફી હતી કે આજની ચૂંટણીપ્રક્રિયામાં મહીસાગરજિલ્લાના કડાણા અને લાઠીના નાની રાખ ગામમાં ચૂંટણી પ્રક્રિયા વહીવટી કારણથી અટકાવાઇ હતી.