ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

નેનો ગુજરાત જવાથી દુ:ખી છે-લાલુ યાદવ

રેલમંત્રી લાલુપ્રસાદે ગુરૂવારે કહ્યુ કે જો સિંગૂરની જેમ જ ગુજરાતમાં નેનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેનું બિહારમાં સ્વાગત છે, કારણ કે રાજ્યમાં ઘણી બિનઉપજાઉ જમીન છે.

યાદવે પોતાની સોમનાથ યાત્રા દરમિયાન કહ્યુ કે અહીં સરકારે ટાટાને નેનો કાર પરિયોજના સ્થાપિત કરવા માટે કૃષિ ભૂમિ આપી છે તો બીજી બાજુ ખેડૂતો આ પગલા વિરુધ્ધ આંદોલન કરી રહ્યા છે.

તેમણે કહ્યુ કે દ્વારિકા જામનગર જિલ્લામાં આવેલ તીર્થસ્થળની નજીક ઘણી ઉજ્જડ જમીન છે. જો તેમણે દ્વારકાની નજીક ટાટાને ભૂમી આપી હોત તો તેનો અત્યાર સુધીમાં ઘણો જ વિકાસ થયો હોત, કારણ કે આ વિસ્તારનો જોઈએ એવો વિકાસ થયો નથી. લોકોને અહીં પીવા માટે પાણી પણ નથી.

લાલુએ કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રીએ પરિયોજનાનો શ્રેય ન લેવો જોઈએ, કારણ કે અનેક રાજ્યો નેનો મટે જમીન આપવા તૈયાર છે.

ગુજરાત સરકારે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયની 1100 એકર જમીન નેનો કાર પરિયોજનાને માટે ટાટાને આપી છે, જેથી તે આ પરિયોજના સિંગૂરથી હટાવીને સાણંદમાં લગાવી શકે.

પરિયોજના સ્થળની પાસેના ગામમાં રહેનારા ખેડૂતોનો દાવો છે કે ટાટાને જે જમીન આપવામાં આવી છે, તે બ્રિટિશ સરકારે 99 વર્ષના પટ્ટા પર લીધી હતી અને હવે તેઓ જમીનને માટે વળતર માંગી રહ્યા છે.