શોક

N.D
શુચિ પાર્ટીમાં ચારેબાજુ કોઈને શોધી રહી હતી. તેને પોતાની મિત્ર વિનીતા નહોતી દેખાઈ રહી, જ્યારે કે તેનો પતિ ત્યાં પોતાના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો. શુચિએ વિનીતા પતિ પાસે ગઈ, તેનુ અભિવાદન કર્યુ અને પૂછ્યુ - નવીનભાઈ, વિનીતા ક્યાંય દેખાતી નથી ? શુ વાત છે ?

નવીનભાઈ બોલ્યા - એના મામાજી 'એક્સપાયર' થઈ ગયા છે ને ! હજુ તેર દિવસ જ થયા છે.

મામાજી ? વિનીતાના ? શુચિએ અચકાઈને પૂછ્યુ.

વેબ દુનિયા|
નહી મારા મામાજી, પણ તેને શોક તો ખરો ને !! હમણા બહાર ક્યાંય આવ-જા નહી કરે, અને એ મંદ મંદ હસવા લાગ્યા.


આ પણ વાંચો :