સામાજિક ક્રાંતિના પ્રેરણાપુંજ ડો. આબેડકર

N.D
સામાજિક ક્રાંતિના પ્રેરણાપુંજ ડો. આબેડકરનુ જીવન સંઘર્ષોનુ મહાકાવ્ય છે, જેણે માણસાઈને સાચા અર્થમાં સમજીને માનવીય ગરિમાનો ઈતિહાસ ગૌરવપૂર્ણ બનાવ્યો છે. 14 એપ્રિલ 1891માં મહાર જાતિમાં જન્મેલા ડો. ભીમરાવ આંબેડકર ભારતીય સમાજના ઘડવૈયા હતા. તેમણે અન્યાય, શોષણ, અપમાન, નફરત અને પીડાની તપનમાં તપીને તળિયેથી શિખર સુધી પહોંચવાની લડત એકલા હાથે લડી હતી.

એક દલિત બાળક જેનુ જીવન બાળપણમાં ગાડીમાંથી બહાર ફેંકવામા આવ્યુ, જેનો શાળામાં બહિષ્કાર કરવામાં આવ્યો. અછૂત હોવાને કારણે સંસ્કૃતના વેદો અને શાસ્ત્રોનુ અધ્યયન કરી અને પશ્ચિમમાં જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં પોતાની નિપુણતાને સાબિત કરી ભારતીય સંવિધાનના મુખ્ય નિર્માતા બન્યા.

તેમણે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતુ. આ દરમિયાન તેમણે પશ્ચિમના શ્રેષ્ઠ શૈક્ષિક મૂલ્યોને આત્મસાત કરી આ નિશ્ચય કર્યો કે તેઓ ભારત આવીને સુસ્ત દલિત સમાજમાં માનવાધિકારના પ્રતિ વ્યાપક ચેતના જાગૃત કરશે. તેથી તેમણે પોતાની શક્તિને રાજનિતિક આઝાદીના બદલે સામાજિક આઝાદી પર કેન્દ્રિત કરી. તેમણે કહ્યુ કે 'આપણે બધા ભારતીય છે, જ્યારે કોઈ કહે છે કે આપણે પહેલા ભારતીય છે પછી હિન્દુ કે મુસલમાન ત્યારે મને દુ:ખ થાય છે, મારુ માનવુ છે કે આપણે પહેલા પણ ભારતીય છે અને અંત સુધી જ રહીએ, તે સિવાય કશુ જ નહી.

પ્રથમ ગોલમેજ સંમેલનમાં ડો. આંબેડકરે જે દ્રઢતાની સાથે દલિતોત્થાનના પ્રત્યે અંગ્રેજ રાજની ઉદાસીનતાને સ્પષ્ટ કરતા દલિતોના અત્મસન્માન અને તેમના માનવધિકારોના પક્ષનુ સમર્થન કર્યુ. તે આધુનિક ભારતના ઈતિહાસના મહત્વપૂર્ણ અધ્યાય છે. મહાત્મા ગાંઘીએ પ્રથમ ગોલમેજ સંમારંભમાં ડો. આંબેડકરના કાર્યોના આધારે તેમને ઉત્કૃષ્ટ દેશભક્ત હોવાનુ સન્માન આપ્યુ, પરંતુ મહાચેતા ડો. આંબેડકર ગાંઘીજી પાસેથી દેશભક્ત હોવાનુ પ્રમાણ મેળવીને પણ ખુશ નહોતા. ડો. આંબેડકરે તો તેમને સામે થઈને ગાંઘીજીને કહ્યુ કે - તમે કહો છો કે ભારત મારો સ્વદેશ છે પરંતુ હુ છતા કહુ છુ કે હું આ સ્વદેશથી વંચિત છુ. હું આ દેશને કેવી રીતે મારો માનુ અને આ ધર્મને કેવી રીતે પોતાનો ધર્મ કહી શકુ છુ, જેમાં અમારી સાથે કૂતરા-બિલાડીઓ જેવો વ્યવ્હાર થાય છે. જ્યાં અમને પીવાનુ પાણી પણ નથી મળી શકતુ. કોઈ પણ સ્વભિમાની અછૂત આ દેશ પર અભિમાન નથી કરી શકતો. તેમણે આગળ કહ્યુ હતુ કે - લોકોને મારા પ્રત્યે શંકા છે. આ વાતમાં કોઈ શક ન હોવો જોઈએ કે હુ મારા દેશને પ્રેમ કરુ છુ. પણ મારી બીજી નિષ્ઠા પણ છે,જેની માટે હું પ્રતિબધ્ધ છુ. આ નિષ્ઠા છે અસ્પૃશ્ય સમાજ પ્રત્યે, જેમાં મેં જન્મ લીધો છે.

ડો. આંબેડકરે 'શિક્ષિત બનો, એક થાવ, અને સંઘર્ષ કરો'નો નારો લગાવ્યો હતો. તેઓ માને છે કે આત્મસન્માન, માનવધિકાર, અને સામજિક ન્યાય ફક્ત માંગવાથી જ નથી મળી જતા. આને મેળવવા માટે પોતાની જાતને તેને લાયક પણ બનાવવી પડે છે.

વેબ દુનિયા|
દલિતોની મુક્તિ માટેની લડાઈના અપરાજિત યોધ્ધા ડો. આંબેડકરની મહાનતા ઓછી આંકવી એ તેમના અસ્તિત્વને નકારવા બરાબર છે. આચાર્ય રજનીશે ઠીક જ કહ્યુ છે કે 'કોઈની ઉપેક્ષા કરવાનો સૌથી સરળ ઉપાય છે તેને મહાન બનાવી દો, તેને અવતાર ગણાવી દો. બસ તેની મૂર્તિની પૂજા શરૂ થઈ જશે. શક્યત ડો. આંબેડકરની સાથે પણ આ જ થઈ રહ્યુ છે, કારણકે આપણે આપણા રાષ્ટ્રનાયકો પર વિચાર નથી કરતા, બસ શ્રધ્ધા જ કરીએ છીએ.


આ પણ વાંચો :