વૃધ્ધાવસ્થા

N.D
ફાલતૂ માણસ કાગડાની જેવો હોય છે. દિવસભર કા..કા.. કરે છે. વહુ બોલી. પિતાજી, હવે તમે ખાલી ન બેસો, કેટલાક પુસ્તકો વાંચતા રહો. વહુની આ સૂચના પર તેઓ પુસ્તક વાંચવા બેસ્યા જ હતા કે પુત્રએ વ્યંગ્યમાં કહ્યુ - વૃધ્ધા વસ્થામાં શુ પુસ્તક વાંચવાનો શોખ પાળી લીધો. હવે તમે કશુ સૂઝતુ જ નથી. તેઓ પુત્રની વાત સાંભળી લાઈટ બંધ કરી સૂવા જતા રહ્યા.

સવારે ઉઠ્યા તો તેમણે પત્નીને કહ્યુ - સાંભળો મારી ચા તો બનાવી દો, હું થોડી લટાર મારી આવુ છુ. પત્નીએ જવાબ આપ્યો - તમે પણ... મરધીની જેમ આટલી સવારે ઉઠી જાવ છો. વિચાર્યુ હતુ, તમારા રિટાયરમેંટ પછી શુ મોડા સુધી સૂતી રહીશ પણ..

તેઓ લટાર મારીને પાછા ફર્યા તો આંગણમાં રમતો પૌત્ર બોલ્યો - આવોને દાદા, ઘોડો-ઘોડો રમીએ. મારો ઘોડો બનો ને.
નઇ દુનિયા|
પૌત્રની ટક ટક કરતી ધ્વનિમાં તેઓ ઘોડો બનીને વિચારી રહ્યા હતા કે શુ ખરેખર રિટાયર માણસ, કાગડો, મરઘી અને ઘોડો બની જાય છે.


આ પણ વાંચો :