શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Modified: શનિવાર, 31 ઑગસ્ટ 2019 (17:26 IST)

અમૃતા પ્રીતમ - કોણ છે આ લેખિકા જેનુ ગૂગલે બનાવ્યુ ડૂડલ

અમૃતા પ્રીતમ પ્રસિદ્ધ કવયિત્રી ઉપન્યાસકાર અને નિબંધકાર હતી. જે 20મી સદીની પંજાબી ભાષાની સર્વશ્રેષ્ઠ કવયિત્રી હતી. આજે તેમની 100મી જયંતી છે. આજના જ દિવસે તેમનો જન્મ 31 ઓગસ્ટ 1919ના  રોજ ગુજરાવાલા પંજાબ માં થયો હતો. તેમની 100મી જ્યંતી પર ગુગલે એક ખૂબ જ સુંદર ડુડલ તેમને સમર્પિત કર્યુ છે. ગૂગલે ડૂડલ ખૂબ જ ખાસ અંદાજમાં બનાવ્યુક હ્હે.  જેમા એક યુવતી સલવાર સૂટ પહેરીને અને માથા પર દુપટ્ટો ઓઢીને કંઈક લખી રહી છે. અમૃતા પ્રીતમ પોતાના સમયની જાણીતી લેખિકાઓમાંથી એક હતી. આવો જાણીએ તેમની રચનાઓ વિશે.
 
બાળપણથી જ લખવાનો શોખ 
 
અમૃતા પ્રીતમ જ્યારે કિશોરાવસ્થામાં હતી ત્યારથી જ પંજાબીમા કવિતા સ્ટોરી અને નિબંધ લખવા શરૂ કરી દીધા.  જ્યારે તે 11 વર્ષની થઈ ત્યારે તેમની માતા ગુજરી ગયા. મા ના નિધન પછી  તેમના માથા પર ઓછી વયમાં જ રિસ્પોંસિબિલીટી આવી ગઈ.   
 
16 વર્ષની વયમાં પ્રકાશિત થયુ પ્રથમ સંકલન 
 
અમૃતા પ્રીતમ એ વિરલ સાહિત્યકારોમાંથી છે જેમનુ પ્રથમ સંકલન 16 વર્ષની આયુમાં પ્રકાશિત થયુ હતુ.  જ્યારે 1947માં વિભાજનનો સમય આવ્યો. એ સમયે તેમણે વિભાજનનુ દર્દ સહન કર્યુ હતુ અને તેને ખૂબ નિકટથી અનુભવ્યુ હતુ. તેમની અનેક વાર્તાઓમાં તમે આ દર્દને ખુદ અનુભવી શકો છો. 
 
વિભાજનના સમયે તેમનો પરિવાર દિલ્હીમાં આવીને વસી ગયો. હવે તેમણે પંજાબી સાથે હિન્દીમાં પણ લખવુ શરૂ કર્યુ. ઉલ્લેખનીય છે કે તેમના લગ્ન 16 વર્ષની વયમાં એક સંપાદક સાથે થયા. જ્યારબાદ વષ 1960માં તેમના ડાયવોર્સ થઈ ગયા. 
 
તમને જણાવી દઈએ કે અમૃતા પ્રીતમે કુલ મળીને લગભગ 100 પુસ્તકો લખ્યા છે. જેમા તેમની ચર્ચિત આત્મકથા રસીદી ટિકટ નો પણ સમાવેશ છે.  અમૃતા પ્રીતમ એ સાહિત્યકારોમાંથી હતી. જેમની કૃતિયોનુ અનેક ભાષાઓમાં અનુવાદ થયુ. 
 
સન્માન અને પુરસ્કાર 
 
અમૃતાજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા. જેમા મુખ્ય છે 1956માં સાહિત્ય અકાદમી પુરસ્કાર 1958મા પજાબ સરકારની ભાષા વિભાગ દ્વારા પુરસ્કાર 1988માં બલ્ગારિયા વૈસેવ પુરસ્કાર અને 1982માં ભારતના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર. 
 
 
તે પ્રથમ મહિલા હતી જેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ તે પહેલી પંજાબી મહિલા હતી જેણે 1969મા પદ્મશ્રી સન્માથી સન્માનિત કરવામાં આવી. 
 
- આ પુરસ્કારોથી પણ સન્માનિત થઈ ચુકી 
 
-સાહિત્ય અકાદમી પુરસ્કાર (1956) 
- પદ્મશ્રી (1969)
- ડોક્ટર ઓફ લિટરેચર  (દિલ્હી યુનિવર્સિટી 1973) 
- ડોક્ટર ઓફ લિટરેચર (જબલપુર યુનિવર્સિટી 1973) 
- બલ્ગારિયા વૈસેવ પુરસ્કાર (બલ્ગારિયા - 1988)
- ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (1982) 
- ડોક્ટર ઓફ લિટરેચર (વિશ્વ ભારતી શાંતિનિકેટન - 1987) 
- ફ્રાંસ સરકાર દ્વારા સન્માન (1987) 
- પદ્મ વિભૂષણ (2004) 
 
જ્યારે દુનિયામાંથી જતી રહી એક શાનદાર લેખિકા 
 
31 ઓક્ટોબર 2005ના એ દિવસ હતો જ્યારે અમૃતાની કલમ હંમેશા માટે શાંત થઈ ગઈ લાંબી બીમારીને કારણે 86ની વયમાં તેમનુ નિધન થઈ ગયુ. તે સાઉથ દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં રહેતી હતી. 
 
આજે તેઓ આપણી વચ્ચે નથી પણ કહેવાય છે કે એક લેખક તમને ક્યારેય છોડીને જતો નથી. તેની લખેલી કવિતાઓ, સ્ટોરીઓ, ગઝલ અને સંસ્મરણ સદૈવ જીવંત રહે છે.