શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (10:27 IST)

International Day Of Older Persons 2021: જાણો આ 8 બીમારીઓ જેનાથી દરેક વૃદ્ધને કાળજી રાખવી વિશે દર વર્ષે 01 ઑક્ટોબરના દિવસે

આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ તરીકે મનાવવામાં આવે છેદર વર્ષે 01 ઑક્ટોબરના દિવસે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ (International Day Of Older Persons) તરીકે મનાવવામાં આવે છે. વિશ્વમાં વૃદ્ધો સાથે થતાં અન્યાય, ઉપેક્ષા અને દુર્વ્યવહાર પર લગામ લગાવવાના હેતુથી દર વર્ષે ઇન્ટરનેશલ ડે ઑફ ઑલ્ડર પર્સન મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા માટે એક થીમ રાખવામાં આવી છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 14 ઑક્ટોબર, 1990ના વૃદ્ધ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસના રૂપમાં 1 ઑક્ટોબર નક્કી કરવામાં આવ્યું હતું.. આ વૃદ્ધ દિવસના દિવસે ન માત્ર વૃદ્ધો પ્રત્યે ઉદાર થવાનો સંકલ્પ લેવો જોઇએ, પરંતુ વૃદ્ધોની દેખરેખની જવાબદારી પણ સમજવી જોઇએ. 
 
આમ તો વરિષ્ટ કે વડીલોનો સમ્માન દર દિવસે, દરેક પળમાં હોવો જોઈએ પણ તેના પર્ત્યે મનમાં છુપાયેલા આ સમ્માનને વ્યક્ત કરવા માટે વડીલોના પ્રત્યે ચિંતનની જરૂર માટે ઔપચારિક રીતે પણ એક દિવસ નક્કી કરાયુ છે. જે દર વર્ષે 1 ઓક્ટોબરના આવે છે. પણ તેનાથી પહેલા પણ વડીલોના પ્રત્યે ચિંતા વ્યકત કરાત તેના માટે આ પ્રકારની શરૂઆત સન 1982માં વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા "વૃદ્ધાવસ્થાને સુખી બનાવો"  નારા આપીને સ્વાસ્થય અભિયાન શરૂ કરાયું. આ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસના અવસરે જાણો વૃદ્ધ લોકોમાં થતી સૌથી સામાન્ય બીમારીઓ વિશે...
 
વૃદ્ધ લોકોને થતી 8 સૌથી સામાન્ય બીમારીઓ
1. શારીરિક સ્થિતિ બગડવી
તમે જોયું હશે કે વૃદ્ધ લોકોના શારીરિક પોસ્ચરમાં ફેરફાર જોવા મળે છે. આ ફેરફાર કરોડરજ્જૂનું વળી જવું, ઘુંટણો અને સાંધામાં દુખાવો થવાની ફરિયાદ વગેરે. ઘડપણમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા વધતી ઉંમરમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થાય તેના માટે પોષક આહારનું પ્રમાણ તમારા ડાયેટમાં જાળવી રાખવું જરૂરી છે. તેનાથી તમને તમારી જૂની બીમારીઓને મેનેજ કરવામાં મદદ મળી શકે છે. આ સાથે જ દરરોજ વ્યાયામ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. 
 
2.કૉગ્નિટિવ હેલ્થ
ઉંમર વધવા પર વિચારવા, શીખવા અને યાદ રાખવાની ક્ષમતા પર પણ અસર પડે છે. આ વૃદ્ધોમાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એક છે. કેટલાય લોકોને ડિમનેશિયાની સમસ્યા થાય છે. જેના કેટલાય કારણ હોઇ શકે છે, જેમ કે દારૂનું સેવન, ડાયાબિટીસની સમસ્યા, હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા, ડિપ્રેશનની સમસ્યા, એચઆઇવી અને સ્મોકિંગની લત વગેરે. જો કે મનોનાશ જેવી પરિસ્થિતિ માટે સંપૂર્ણ સફળ ઉપચાર નથી, પરંતુ તેમછતાં પરિવારના સભ્યોના સારા વ્યવહાર અને દવાઓની મદદથી આ બીમારીને મહદઅંશે ઠીક કરી શકાય છે. 
 
3. હાઇ બ્લડ પ્રેશર
વધારે તણાવ, આહારમાં ગડબડી અને શારીરિક રીતે એક્ટિવ ન રહેવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા બની શકે છે. આ પરેશાની મોટાભાગે ઘડપણમાં થાય છે તેનું કારણ એ છે કે લોકો એકલાં પડી જાય છે ત્યારે તેમને વિચારવા અને તણાવ વધુ લેવા માટે વધારે સમય મળી જાય છે. 
 
4. ડાયાબિટીસ
આજકાલ 60 થી વધુ ઉમ્રના વૃદ્ધમાં ડાયાબિટીસની સમસ્યા પણ સૌથી વધારે જોવા મળે છે જો કે હવે ડાયાબિટીસ નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળી રહે છે, પરંતુ તેનાથી સૌથી વધારે પ્રભાવિત વૃદ્ધ વ્યક્તિ જ હોય છે. ડાયાબિટીસની પરેશાની જેનેટિકલ હોવાની સાથે-સાથે તણાવના કારણે પણ થઇ શકે છે. વૃદ્ધોને ડાયાબિટીસની બીમારીથી બચવા માટે ડાયેટ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. 
 
5. ઑસ્ટિયોપોરોસિસ
60 ની ઉંમમાં ઉમ્ર વધતા હાડકાં કમજોર થવા લાગે છે. કમરનો દુખાવો, ડોકનો દુખાવો, ઘુંટણનો દુખાવો, બેક પેઇનની હાડકાઓમાં દુખાવાની શરૂઆત ઑસ્ટિયોપોરોસિસ તરફ ઇશારો કરે છે. જો આ પરેશાનીઓ પર શરૂઆતથી ધ્યાન ન આપવામાં આવે તો ઑસ્ટિયોપોરોસિસની બીમારી થઇ શકે છે. આ બીમારીમાં હાડકાં નબળાં પડતાં જાય છે. 
 
6. અલ્ઝાઇમર 
આ બીમારી પણ માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. તેમાં વ્યક્તિ વસ્તુઓ, નામ અને વ્યક્તિની ઓળખ સુધી ભૂલી જાય છે. અલ્ઝાઇમરથી પીડિત વ્યક્તિને કોઇ પણ વાત યાદ રાખવામાં મુશ્કેલી પડી શકે છે અને ધીમે-ધીમે આ સમસ્યા વધવાની સાથે પીડિત વ્યક્તિ કેટલીય વસ્તુઓ ભૂલવા લાગે છે. તે પોતાની વાતો અથવા લાગણીઓ પણ વ્યક્ત કરવામાં અસમર્થ થવા લાગે છે. અલ્ઝાઇમર, ડિમેંશિયાનું સૌથી સામાન્ય કારણ માનવામાં આવે છે. 
 
7. શારીરિક ઇજા
વૃદ્ધ વ્યક્તિના શરીર નબળુ હોવાથી તેને શારીરિક ઇજા થવાથી બચાવવુ જોઈએ. કારણ વડીલોમાં સૌથી સામાન્ય સમસ્યા છે. આ શારીરિક ઇજાઓને કારણે ઘણીવાર વૃદ્ધોની મૃત્યુ પણ થઇ શકે છે. એવામાં વૃદ્ધ લોકોએ શારીરિક ઇજાથી સલામત રાખવાં ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉંમર થતાં હાડકાં નબળાં થતાં જાય છે. માંસપેશીઓ પણ પોતાની શક્તિ અને ફ્લેક્સેબિલીટી ઓછી થવા લાગે છે. 
 
8. કુપોષણનો શિકાર
કુપોષણના કારણે કમજોર ઇમ્યૂન સિસ્ટમ અને માંસપેશિઓની નબળાઇ સૌથી સામાન્ય સમસ્યા છે. કુપોષણના કારણે ઘડપણમાં સ્વાસ્થય સમસ્યાઓ પણ વધુ વધી શકે છે. તેનાથી બચવા માટે ડાયેટમાં ફળ અને શાકભાજીઓની સાથે-સાથે લો ફેટવાળા ખાદ્ય પદાર્થનું પ્રમાણ સામેલ કરવું જોઇએ.