પર્યાવરણના વિનાશ માટે આપણે જવાબદાર
પર્યાવરણ દિવસ વિશેષ
દુનિયાભરના 95 દેશોના તેરસોથી વધુ વૈજ્ઞાનિકોએ વર્ષોના અભ્યાસ પછી એક રિપોર્ટ તૈયાર કર્યો. જેમા કહેવામાં આવ્યુ કે દુનિયામાં વધી રહી માનવીય ગતિવિધિયોથી ખાસ કરીને ગરીબ દેશોના આર્થિક અને સામાજિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડે રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાભરમાં જંગલ વિલુપ્ત થઈ રહ્યા છે. જલવાયુ પરિવર્તનને કારણે વધી રહેલ તાપમાન અને પ્રદૂષણતેહે પ્રાકૃતિક સંતુલન બગડી રહ્યુ છે. જેના કારણે વિકાસ પ્રભાવિત થઈ રહ્યો છે. આ અભ્યાસને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનને શરૂ કર્યો, જેને મિલેનિયમ ઈકો સિસ્ટમ એસેસમેંટ નામ આપવામાં આવ્યુ હતુ. આ રિપોર્ટ તૈયાર કરવામાં 95 દેશોના તેરસોથી વધુ શોધકર્તાઓએ ભાગ લીધો. આ હજુ સુધીની પ્રથમ આટલી મોટી તક છે જેમા આટલી મોટી સંખ્યામાં પર્યાવરણ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હોય. આ દળે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે માનવીય ગતિવિધિયોએ પ્રકૃતિની દુનિયાને એવુ નુકશાન પહોંચાડ્યુ છે જ એની ભરપાઈ નથી કરી શકાતી. લંડનની રોયલ સોસાયટીમાં મિલેનિયમ ઈકો સિસ્ટમ એસેસમેંટના નિદેશક ડોક્ટર વોલ્ટર રીઢ કહે છે - ચોક્ક્સ રૂપે આ એક એવો મુદ્દો છે જેના વિશે આપણે સાવધ રહેવુ જરૂરી છે. રિપોર્ટનુ તાત્પર્ય એ છે કે જે પ્રાકૃતિક સંસાધનો પર આપણે નિર્ભર છીએ તેમા 60 ટકા ક્ષીણ થઈ ચૂકી છે. આ ચિંતાજનક વાત છે. જેનાથી પણ વધુ ચિંતાનો વિષય એ છે કે જે કારણોસર આ ક્ષીણ થઈ રહી છે એ સતત વધી પણ રહ્યા છે.
પાણીની કમી
રિપોર્ટના મુજબ ખેતીવાડી માટે જમીનનો ઉપયોગ વધી રહ્યો છે. જેનાથી પાણીનો પુરવઠો ઘટી રહ્યો છે અને આ પરિવર્તનોથી આ સદીના વિકાસના લક્ષ્યોને મેળવવામાં મુશ્કેલી પડશે. આ લક્ષ્યોમા એક એ પણ છે કે વર્ષ 2015 સુધી દુનિયામાં બધાને ખાવા પીવાનુ મળી શકે. રિપોર્ટમા એ પણ બતાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે કે માનવીય ગતિવિધિયોની શુ કિમંત આર્થિક વિકાસને ચુકવવી પડી રહી છે ? રિપોર્ટ બતાવે છે કે ખેતીવાડીથી ગ્રીન હાઉસ પ્રભાવવાળી ગેસનો સ્ત્રાવ વધી રહ્યો છે. જલ પ્રદૂષણ પણ વધી રહ્યુ છે અને ભૂ ક્ષીણ થઈ રહ્યુ છે.
પૃથ્વી દર વર્ષે ખરબો રૂપિયા બરાબરની સંપત્તિ માનવીને આપે છે જેમા તાજુ પાણી, શુધ્ધ હવા, અનાજ અને માછલીઓ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ માનવીય ગતિવિધિયોને કારણે આ સંપત્તિના લગભગ બે તૃતીયાંશ ભાગ બરબાદ થઈ ગયો છે. જેમા ફળદ્રુપ જમીન, વન, ઘાસવાળી જમીન અને સમુદ્રા સપત્તિનો સમાવેશ થાય છે. રિપોર્ટના લેખકોનુ કહેવુ છે કે માનવ જે કાંઈ કરી રહ્યો છે તેને આર્થિક પાગલપનની સંજ્ઞા આપી શકાય છે. તેમણે ચેતાવણી આપી છે કે આની સૌથી ખરાબ અસર ગરીબ દેશો પર પડશે.