વૃધ્ધાવસ્થા
|
સવારે ઉઠ્યા તો તેમણે પત્નીને કહ્યુ - સાંભળો મારી ચા તો બનાવી દો, હું થોડી લટાર મારી આવુ છુ. પત્નીએ જવાબ આપ્યો - તમે પણ... મરધીની જેમ આટલી સવારે ઉઠી જાવ છો. વિચાર્યુ હતુ, તમારા રિટાયરમેંટ પછી શુ મોડા સુધી સૂતી રહીશ પણ..
તેઓ લટાર મારીને પાછા ફર્યા તો આંગણમાં રમતો પૌત્ર બોલ્યો - આવોને દાદા, ઘોડો-ઘોડો રમીએ. મારો ઘોડો બનો ને.
પૌત્રની ટક ટક કરતી ધ્વનિમાં તેઓ ઘોડો બનીને વિચારી રહ્યા હતા કે શુ ખરેખર રિટાયર માણસ, કાગડો, મરઘી અને ઘોડો બની જાય છે.