1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

મગવડીની કઢી

N.D
સામગ્રી - 2કપ ખાટી છાશ, 2 ટેબલ સ્પૂન બેસન, 2-3 લીલા મરચા, 1/2 ટી સ્પૂન હળદર, સ્વાદમુજબ મીઠુ, લાલ મરચું, લીલા ધાણા, 1-2 આખા લાલ મરચા, કઢી લીમડો, 2 ટેબલ સ્પૂન ઘી. 10-12 મગની વડી.

બનાવવાની રીત - છાશમાં બેસન મીઠુ, મરચુ, હળદર અને દોઢ કપ પાણી નાખીને મિશ્રણ તૈયાર કરો. ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, આખા લાલ મરચાં, કઢી લીમડાનો વધાર કરો. મગની વડી નાખો અને સોનેર્રી થતા સુધી સેકો. હવે છાશ-બેસનનુ મિશ્રણ, સમારેલા લીલા મરચાં નાખો અને હલાવો. ઉકાળો આવતા ગેસ ધીમો કરીને 10-15 મિનિટ ઉકાળો. છેવટે લીલા ધાણા નાખીને તાપ પરથી ઉતારી લો. તરત સર્વ કરો.