કોર્ન પોટેટો બાસ્કેટ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - બટાટા 250 ગ્રામ(મધ્યમ આકારના), સ્વીટ કોર્ન, બાફેલા ચણા 1 કપ, ડુંગળી, ટામેટા 1 કપ(ઝીણા સમારેલા), કાકડી 1(ઝીણી સમારેલી) મીઠુ, કાળા મરીનો પાવડર સ્વાદમુજબ. માખણ 1 ટી સ્પૂન, ચીઝ ક્યૂબ 1 નાની ચમચી, ટોમેટો સોસ, લીલી ચટણી સજાવવા માટે.

બનાવવાની રીત - બટાકાને બાફીને છોલી લો. ઠંડા થયા પછી ચપ્પુથી વચ્ચેનો ભાગ ખોખલો કરી લો. હવે પેનમાં માખણ ગરમ કરીને ડુંગળી સાંતળો, પછી ટામેટા, ચણા, સ્વીટ કોર્ન, મીઠુ અને મરીનો પાવડર નાખીને મિક્સ કરો. છેવટે કાકડી નાખીને ચીઝ ગ્રેટ કરો. હવે આ મિશ્રણને દરેક બટાટામાં ભરીને નોન સ્ટિક પેનમાં મુકો અને ધીમા તાપ પર થવા દો. ધારો તો માઈક્રોવેવમાં 5 મિનિટ મૂકો પછી સર્વિંગ પ્લેટમાં કાઢીને સોસ અને ચટણીથી ગર્નિશ કરી સર્વ કરો.


આ પણ વાંચો :