ગુજરાતી રેસીપી - હીંગ જીરા મસાલા Rice

rice
Last Modified બુધવાર, 31 મે 2017 (16:14 IST)
વધેલા ભાતને જો તમે આમજ ગરમ કરી દાળ-શાક સાથે ખાવું પસંદ નહી કરો છો તો હીંગ-જીરાનું તડકોની સાથે બનાવો મસાલા રાઈસ. જાનૉ તેની સરળ રેસીપી 
જરૂરી સામગ્રી- 
એક વાટકી ભાત
1 મોટી ચમચી જીરું 
1 નાની ચમચી હીંગ 
2 લવિંગ 
1 તજ 
1 મોટી ચમચી સમારેલા લીલા મરચા 
1 નાની ચમચી ગરમ મસાલા 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ જરૂર પ્રમાણે 
 
બનાવવાની રીત- 
સૌપ્રથમ ધીમા તાપ પર એક કડાહીમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
- તેલના ગર્મ થતા જ જીરું નાખો. જેમ જ જીરું તડકવા લાગે, લવિંગ, તજ, હીંગ અને લીલા મરચા નાખી શેકવું. 
- લીલા મરચાં હળવા શેકતા જ ભાત નાખો અને ચમચાથી હલાવતા સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમાં મીઠું  મિક્સ કરો અને આશરે 5 મિનિટ સુધી શેકતા રહો. 
- નક્કી સમય પછી ગરમ મસાલા નાખી ચમચાથી સારી રીતે મિક્સ કરી લો અને તાપ બંદ કરી નાખો. 
- હીંગ -જીરા મસાલા રાઈસ તૈયાર છે. રાયતાની સાથે ગરમા ગરમ સર્વ કરો. 
નોટ
તમે ઈચ્છો તો એમાં ટમેટા અને લીમડો પણ નાખી શકો છો. 


આ પણ વાંચો :