ગુજરાતી વાનગી : પનીરી ટમાટર

PR
P.R
સામગ્રી : 8થી 10 ટામેટા, 100 ગ્રામ પનીર, 2 બટાકા-બાફેલા, 1 લીલું મરચું, આદુ, લાલ મરચું, ગરમ મસાલો, બારીક કાપેલી કોથમીર, જીરુ, તેલ.

બનાવવાની રીત : ટામેટાને ધોઇને ઉપરની તરફથી ચપ્પુથી થોડા કાપી અંદરનો બધો માવો કાઢી લો અને ટામેટાનો કાપેલો ભાગ સંભાળીને એક પ્લેટમાં રાખી દો. બાફેલા બટાકાને મેશ કરી તેમાં છીણેલું પનીર, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને લીલી કોથમીર મિક્સ કરી દો.

બીજી તરફ પેનમાં એક ટેબલ સ્પૂન ચમચી તેલ ગરમ કરી જીરુ નાંખી વઘાર કરો, હવે તેમાં લીલું મરચું, આદુ અને ટામેટાનો માવો નાંખી દો. હવે તેમાં બટાકા-પનીરનું મિશ્રણ પણ નાંખી દો અને સારી રીતે મિક્સ કરો. ટામેટામાં ભરવાનું મિશ્રણ તૈયાર છે. ખાલી ટામેટામાં આ મિશ્રણને ભરી દો અને ટામેટાની જ કેપથી બંધ કરી પ્લેટમાં રાખી દો.

વેબ દુનિયા|
હવે પેનમાં ટામેટા નાંખી તેમાં ચપટી મીઠું નાંખો અને ટામેટાની ઉપર એક ટેબલ સ્પૂન તેલ નાંખી દો. હવે પેનને ઢાંકી ધીમી આંચે રંધાવા દો. 3-4 મિનિટ બાદ સાવધાનીથી પ્લેટમાં કાઢી લો. તમારા સ્ટફ્ડ ટામેટા તૈયાર છે. ગાર્નિશિંગ માટે ભરેલા ટામેટાની ઉપર કોથમીર અને છીણેલું પનીર ભભરાવી દો.


આ પણ વાંચો :