ગુજરાતી વાનગી : સ્પિનચ પોટેટો ચીઝ બોલ્સ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - બાફીને મેશ કરેલા બટાકા બે કપ, અડધો કપ કાપેલી પાલક, અડધો કપ છીણેલું ચીઝ, બે ચમચી મકાઇનો લોટ, અડધી ચમચી અજમો, 1/4 ચનચૂ ચીટ મસાલો, એક ચમચી બેકિંગ સોડા, એક મોટી ચમચી કાપેલી કોથમીર, 1/4 ચમચી સફેદ મરીનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને તળવા માટે તેલ.

ગાર્નિશિંગ માટે - છીણેલી કોબીજ અને ટામેટાના ટૂકડાં. સાથે ટામેટાનો સૉસ અને મસ્ટર્ટ સૉસ(સાથે પીરસવા માટે).

બનાવવાની રીત - સૌથી પહેલા બધી સામગ્રીઓને એક વાસણમાં નાંખો. તેને મિક્સ કરીને સખત મિશ્રણ તૈયાર કરો.

હવે મિશ્રણને નાના બોલના આકારમાં વહેંચી લો. તેલ ગરમ કરી આ બધા બોલને સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાંસુધી તળી લો. ધ્યાન રાખો કે તે વધુ ક્રિસ્પી ન બની જાય. તળ્યા બાદ પેપર ટોવેલ્સ પર મૂકીને વધારાનું તેલ કાઢી લો.
હવે બોલને સર્વિસ પ્લેટ પર કાઢો. તેને કોબીજ અને ટામેટાના ટૂકડાંથી ગાર્નિશ કરો અને ટામેટાના સૉસ કે મસ્ટર્ડ સૉસ સાથે પીરસો.

નોંધ - અલગ ટેસ્ટ મેળવવા માટે તમે સામગ્રીમાં મેશ કરેલા બટાકાની જગ્યાએ કોર્નનો પ્રયોગ કરી શકો છો.


આ પણ વાંચો :