ટેસ્ટી રેસીપી - વેજીટેબલ નગેટ્સ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 200 ગ્રામ બટાકા, એક કપ બારીક કાપેલા ગાજર અને કોબીજ, એક કપ બારીક કાપેલા કેપ્સિકમ અને ફ્લાવર, 1-2 ઝીણા સમારેલા લીલા મરચાં, આદુંનો 1 ઇંચ જેટલો ટૂકડો, 2 ચટપી લાલ મરચું પાવડર, 2 ચમચી મેંદો કે કોર્ન સ્ટાર્ચ, શેકેલા મગફળીના દાણા 2 ચમચી, સ્વાદ અનુસાર મીઠું, અડધો કપ સોજી કે બ્રેડનો પાવડર, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ બટાકાને બાફીને મેશ કરી લો. બધા કાપેલા શાકભાજી, લીલા મરચાં, આદું, લાલ મરચું, મીઠું, મગફળીના સામાન્ય ખાંડેલા દાણાં નાંખી બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દો.

હવે કોર્ન સ્ટાર્ચ કે મેંદાને પાણી(2 ચમચી કોર્ન સ્ટાર્ચ અને 3 ચમચી પાણી એ રીતે માપ રાખવું)માં મિક્સ કરી પકોડા ડુબાડવાનું મિશ્રણ તૈયાર કરો.
હવે તૈયાર કરેલા શાકભાજીના મિશ્રણમાંથી થોડો-થોડો મસાલો લઇ મનપસંદ આકારમાં નગેટ્સ તૈયાર કરી પ્લેટમાં મૂકો. એક એક કરીને તેને કોર્ન સ્ટાર્ચમાં ડુબાડી કાઢી લો અને દરેકને બ્રેડના પાડવર કે સોજીના લોટમાં રગદોળો.

તમામ મિશ્રણમાંથી આ રીતે નગેટ્સ તૈયાર થઇ જાય એટલે પ્લેટને 20-30 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો.
ત્યારબાદ કઢાઈમાં તેલા કાઢી ગરમ કરો. ગરમ તેલમાં એકસાથે 5-6 નગેટ્સને તળો. બ્રાઉન થાય તે રીતે બધા નગેટ્સ તળી લો. તળેલા વેજિટેબલ નગેટ્સ પ્લેટમાં નેપકિન પેપર પાથરી તેની ઉપર મૂકો એટલે વધારાનું તેલ નીકળી જાય.

તૈયાર છે વેજિટેબલ નગેટ્સ. ગરમાગરમ વેજ નગેટ્સને કોથમીરની લીલી ચટણી કે ખજૂરની મીઠી ચટણી અથવા સૉસ સાથે સર્વ કરો અને તમે પણ તેનો સ્વાદ માણો.
નોંધ - તમને ભાવે તેવા લીલા શાકભાજી તમને આમાં ઉમેરી શકો છો. ડુંગળી અને લસણનો સ્વાદ પસંદ હોય તો તેનો પણ પ્રયોગ કરી શકાય.


આ પણ વાંચો :