પંજાબી વાનગી - પંજાબી કઢી

વેબ દુનિયા|

P.R
ભજીયા બનાવવા માટે સામગ્રી - 1 કપ ચણાનો લોટ, પા કપ ડુંગળી, પા કપ બટાકા, 1 ચમચી અજમો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આદું, અડધી ચમચી બેકિંગ પાવડર, તેલ, મીઠું.

કઢી બનાવવા માટે સામગ્રી - 1 કપ દહીં, એક કપ ચણાનો લોટ, 1 ચમચી હળદર, 1 ચમચી મેથી, 2 ચમચી તેલ, મીઠું, ચપટી હીંગ. કઢી લીમડો

બનાવવાની રીત - ભજીયા બનાવવા માટે તેલને બાજુએ રાખી બાકીની બધી સામગ્રીને મિક્સ કરી દો અને તેમાં અડધો કપ પાણી નાંખો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ભજીયા નાંખી તળી લો. હવે બીજી તરફ દહીંને સારી રીતે ફેંટી લો અને તેમાં ચણાનો લોટ નાંખો. આ મિશ્રણને બરાબર હલાવી દો અને ધ્યાન રાખો તેમાં કોઈ ગાંઠ ન પડે. ત્યારપછી આ મિશ્રણમાં મીઠું, હળદર અને 3 કપ પાણી નાંખો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના દાણા તથા લાલ મરચાનો પાવડર નાંખી તેમાં દહીં અને ચણાના લોટવાળું મિશ્રણ નાંખી 15 મિનિટ સુધી ઉકાળો. હવે તેમાં લાલ મરચાંનો પાવડર અને તળેલા ભજીયા નાંખી ફરીથી 5 મિનિટ સુધી રાંધો. તો તેયાર છે તમારી ટેસ્ટ પંજાબી કઢી.


આ પણ વાંચો :