શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

ફરાળી પનીર પકોડા

N.D
સામગ્રી - 100 ગ્રામ પનીર, 1 કપ સિંગોડાનો લોટ, સ્વાદમુજબ ફરાળી મીઠુ અને કાળામરી, 1/1 ટી સ્પૂન જીરાનો પાવડર, 2 લીલા મરચા (ઝીણા સમારેલા), 2 ટેબલ સ્પૂન લીલા ધાણા, તેલ અંદાજથી.

બનાવવાની રીત - પનીરને ચોરસ ટુકડામાં કાપી લો. સિંગોડાના લોટમાં તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરો અને પૂરતા પ્રમાણમાં પાણી નાખીને ઘટ્ટ ખીરુ બનાવી લો. કડાહીમાં તેલ ગરમ કરો. હવે પનીરના ટુકડાને સિંગોડાના ખીરામાં ડુબાવીને ગરમ તેલમાં સોનેરી રંગના તળી લો. સ્વાદિષ્ટ પનીર પકોડા તૈયાર છે. તેને લીલી ચટણીની સાથે ગરમા ગરમ પીરસો.