બંગાળી ડિશ - આલૂ પોસ્તો

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 2 લીલા મરચાં, 5-6 મધ્યમ આકારના બટાકા, અડધી ચમચી ખાંડ, 1 ચમચી ઘી, 2 ચમચી સરસવનું તેલ, 4 ચમચી ખસખસ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી કલૌંજી જીરું

બનાવવાની રીત - બટાકાને નાના ટૂકડામાં કાપી પાણીમાં નાંખીને મૂકી દો. ગરમ પાણીમાં ખસખસને 15-20 મિનિટ માટે પલાળી રાખો અને બાદમાં પેસ્ટ તૈયાર કરો. એક કઢાઈમાં સરસવનું તેલ ગરમ કરો અને તેમાં કલૌંજી નાંખી તળો. ત્યારપછી તેમાં બટાકા નાંખો અને પાંચ મિનિટ માટે સામાન્ય તળો. બાદમાં તેમાં ખસખસની પેસ્ટ નાંખી દો અને ઉપરથી અડધો કપ પાણી નાંખી ત્યાંસુધી રાંધો જ્યાંસુધી બટાકા ચઢી ન જાય. હવે તેમાં મીઠું અને કાપેલા મરચાં નાંખો. ત્યારપછી તેમાં દેશી ઘી મિક્સ કરી ફરીથી સાંતળો. તૈયાર છે તમારા આલૂ પોસ્તો... ગરમા-ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :