બેક્ડ રીંગણ કૈસરોલ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - ભડથાંનુ રીંગણ, 1 કપ રાંધેલા ચોખા, 1 ટેબલ સ્પૂન બટર, 2 ટેબલ સ્પૂન ટામેટા કેચપ, 1/4 કપ છીણેલું ચીઝ, 1/2 ટી સ્પૂન ગરમ મસાલો, સ્વાદમુજબ મીઠુ.

બનાવવાની રીત - રીંગણને પાતળી સ્લાઈસમાં કાપી લો. તેના પર મીઠુ ચોપડીને અડધો કલાક રાખી મુકો પછી બેકિન ટ્રેમાં મુકીને પાંચ મિનિટ ગરમ ઓવનમાં બેક કરો. હવે કાંચની ચોરસ ડિશમાં રીંગણની સ્લાઈસના લેયર લગાવો. ભાતમાં મીઠુ, ગરમ મસાલો અને ટામેટા કેચઅપ મિક્સ કરો. તેને રીંગણની ઉપર ફેલાવો. ઉપ્રથી બટર અને છીણેલું ચીઝ નાખો. તેને ગરમ ઓવનમાં ચીઝ ઓગળતા સુધી બેક કરો. ટેસ્ટી બેક્ડ રીંગણ કૈસરોલને ગરમાગરમ સર્વ કરો.


આ પણ વાંચો :