બોમ્બે ભેલપુરી

bhel
Last Updated: શનિવાર, 2 એપ્રિલ 2016 (18:03 IST)
 
 
તમને સાંજે કઈક ચટપટા ખાવાની મન કરી રહ્યા હોય અને ભેલપુરીના નામ આવી જાય છે તો બધાના મોઢામાં પાણી આવી જાય છે.આજે અમે તમને  બોમ્બે ભેલપુરી ઘરે બનાવવા શીખવાડીશ ... 

 
સામગ્રી - 3 કપ મમરા , 1 કપ બારીક સેવ , 1 કપ પાપડી , 1/2 બાફેલા  બટાટા , 1/2 છીણેલું કાકડી , 1/2 બારીક સમારેલા ટમેટા , કોથમીરની ચટણી , 4 ચમચી આમલીની ચટણી , 1 ચમચી લીલા મરચા 
 
એક કટોરામાં મુરમુરાને 3-4 મિનિટ માટે શેકી લો અને ઠંડા થવા માટે મૂકો . હવે મમરામાં સેવ , પાપડી અને મીઠું સારી રીતે મિક્સ કરો. હવે એક વાડકામાં બટાટા, કાકડી, ટમેટા ,કોથમીરની ચટણી, આમલીની ચટણી નાખી મિક્સ કરો. જ્યારે સર્વ કરવા હોય તો મમરામાં આ મિશ્રણ નાખી ઉપરથી બન્ને ચટણી નાખી દો. હવે ભેલપુરીને સેવ અને કોથમીર અને નીંબૂના રસ નાખી ગાર્નિશ  કરો. 
 


આ પણ વાંચો :