સ્વાદિષ્ટ વાનગી - ચિલી પોટેટો

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 250 ગ્રામ બટાકા, 2થી 3 ચમચા કાપેલી કોથમીર, 1-2 લીલા મરચાં(કાપેલા) 1 નાની ચમચી આદુની પેસ્ટ, 4 ચમચી કોર્ન ફ્લોર, 2 ચમચા ટોમેટો સૉસ, 1 ચમચો સોયા સૉસ, 1 નાની ચમચી વિનેગર, અડધી ચમચી ચિલિફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ખાંડ.

બનાવવાની રીત - બટાકાને સારી રીતે ધોઇ, છોલી તેની લાંબી પાતલી સ્લાઇસ કાપી લો, કાપેલા બટાકાના ટૂકડાંને કોર્ન ફ્લોરમાં સારી રીતે મિક્સ કરો, કોર્ન ફ્લોરનું કોટિંગ બટાકા પર સારી રીતે જામી જવું જોઇએ. કોર્ન ફ્લોરવાળા બટાકાને કઢાઇમાં તેલ ગરમ કરી તળો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલી સ્ટીલની ચારણીમાં કાઢી લો જેથી વધારાનું તેલ નીકળી જાય.
તળેલા બટાકા માટે સૉસ - હવે બીજી કઢાઇ ગરમ કરો, 2 ચમચા તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં આદુની પેસ્ટ અને કાપેલા લીલા મરચાં નાંખી સાંતળો. એકદમ ધીમી આંચ પર રાખો અને તેમાં ચિલિસૉસ, ટોમેટો સૉસ નાંખી મિક્સ કરો. 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોરને 1/4 કપ પાણીમાં ઓગાળો. તેને કઢાઇમાં નાંખી મિક્સ કરો અને ઉપરથી મીઠું તેમજ ખાંડ નાંખી 1-2 મિનિટ માટે રાંધો. હવે તેમાં તળેલા બટાકા, ચિલિફ્લેક્સ અને વિનેગર ઉમેરી સારી રીતે હલાવો અને ગરમ કરો. અડધી કોથમીર પણ નાંખી દો.
તો તૈયાર છે ચિલિપોટેટો. પ્લેટમાં સર્વ કરી ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો. ગરમમગરમ ચિલિપોટેટોને તમે કોઇપણ જાતના સૉસ વગર જ ખાઇ શકશો કારણ કે તેમાં પહેલેથી જ સૉસ ઉમેરવામાં આવ્યા હોય છે.


આ પણ વાંચો :